________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૦૭
નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. સાધારણ દેવ નહીં, પણ ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. ચાલો ત્યારે – (તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) પ્રવેશ કરીએ. ભવ્યતા આંજી નાખે એવી હતી. તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો.
એને આ દેવનું આયુષ્ય પૂરું થવાનું હતું, દેવોને અવધિજ્ઞાન હોય એટલે એમાં જોયું તો નીચે કોઈ બીભત્સ જગ્યાએ એનો હવે પછીનો અવતાર થવાનો હતો.
માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યક્દષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી.
સમ્યક્દષ્ટિ ન હોય, તો તો હાયવોય કરે, પરંતુ આ દેવમાં કેટલીક સમજણ હતી, એટલે વિશ્રાંતિ હતી.
એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં. આ મોટું દુ:ખ, પણ એ સિવાય પણ ઇન્દ્રને ઘણાં દુઃખ હતાં.
પણ (નેપથ્થ) – આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું છે? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી.
મેં તો બધાને આમંત્રણ આપ્યું હતું. આ જડ કેમ દેખાતાં નથી ? અને સિદ્ધના આત્મા કેમ દેખાતા નથી ?
જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ?
જડને જ્ઞાન નથી. તમે બોલો, પણ એને ક્યાં સાંભળવાનું છે ? તમે આમંત્રણ આપ્યું પરંતુ એને ક્યાં એનો ખ્યાલ જ છે ? એ તો માત્ર જડ છે.
સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી.”
એને આવવાનું કોઈ કારણ નથી એટલે આવી શકે નહીં. ત્યાં રહ્યાં રહ્યાં સુખ અને આનંદ ભોગવે છે.
એટલી બધી બેદરકારી ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ; તમે શું કહો છો ? આટલું ભાવથી આપણે આમંત્રણ આપ્યું છતાં આટલી બધી બેદરકારી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org