________________
શિક્ષામૃત
‘એને આમંત્રણ-અનામંત્રણથી સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં બીરાજમાન છે.’ એ મને બતાવો. એકદમ બહુ ત્વરાથી.
૩૦૮
કોણ ? સિદ્ધના આત્માઓ. એટલે જડની ખબર પડી તેમજ સિદ્ધના આત્માની પણ ખબર પડી. મારે જોવું છે એમ ભગવાનને કહે છે.
તેનું દર્શન બહુ દુર્લભ છે. લો આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ.'
અંજન આપ્યું. એ સંપૂર્ણ જોઈ શકે એવું.
અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી.
કોને ? ચક્રવર્તીને ભય છે. ઇન્દ્રને છે પણ સિદ્ધના જીવોને ભય નથી.
શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ... અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે.
બસ જલ્દી કરો. હવે આવું થવું છે.
ક્રમે કરીને થઈ શકશો.
મારે સિદ્ધ થવું છે, તો કહે, હા, એ ક્રમે કરીને થઈ શકાશે. પગથિયે પગથિયે ચઢી શકાશે.
ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં, અહીં તો તુરત તે જ પદ જોઈએ.
‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.’ પગથિયાં તો ચડવાં જ પડશે એમ ને એમ ઉડાશે નહીં. નહીં તો મોક્ષમાં જવાશે નહીં. અં સુખ ભોગવવાનું બનશે નહીં.
‘થવું નહીં સંભવે’ એ તમારાં વચન તમે પાછા લ્યો.
નહીં થઈ શકે, એ તમારાં વચન પાછાં લ્યો.
ક્રમ ત્વરાથી બતાવો. અને તે પદમાં તુરત મોકલો.
મોક્ષમાર્ગ બતાવો. એનાં પગથિયાં બતાવો. એ ઠેકાણે એટલે સિદ્ધગતિમાં તુરત મોકલો.
‘ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.'
જુઓ હવે સ્ટેજ ઉપર. સાધક હોય તેને બોલાવો. એમાંથી તમને એનાં ક્રમ મળી રહેશે. ઇછ્યું કે તેઓ આવ્યા :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org