________________
ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના રહી
અજ્ઞાનને લીધે જ જીવ પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ ભૂલી જાય છે અને બાહ્ય વ્યક્તિત્વને પોતાનું સાચું અસ્તિત્વ માની બેસે છે. આવી ભ્રાંતિને કારણે જીવ નિજનું અસ્તિત્વ બહારના ઉપાયો વડે સાચવવા પ્રયત્ન કરે છે. જ્ઞાન તથા આનંદને પણ બહાર શોધે છે. તે બાહ્ય સંશોધનમાં મારું-તારું, પ્રિય-અપ્રિય, રાગ-દ્વેષની પરિણતિને કારણે જીવ પોતાની કર્મત સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને તે જ દુઃખનું કારણ બને છે.
તેથી તદ્દન વિપરીત જ્ઞાનોત્તર દશામાં સમાધિસ્થ યોગી પુરુષને જે સહજ અવસ્થા હોય છે તેમાં પ્રાણ, વૃત્તિ અને મનની સ્થિરતા હોય છે. તે સ્થિરતામાં પોતાનો આનંદસ્વરૂપ આત્મા જે સત્ય છે અને જ્ઞાનસ્વરૂપ છે તેનો અનુભવ હોય છે. પછી તેમાં કોઈપણ સંશય રહેતો નથી. આવા જાગૃત જ્ઞાની મહાત્માને અહમૂનો નાશ, પદગલિક વ્યક્તિત્વ પ્રત્યે ઉદાસીનતા હોવાથી તેવી સ્થિતિ સહજ રહે છે. '
આવા સદ્ગુરુદેવ શ્રી લાડકચંદ વોરા(પ.પૂ. બાપુજી)ના ઉપદેશવચનો દ્વારા આત્મા સંબંધીસત્ય સંબંધીનું શ્રવણ થયું. મનન-ચિંતન અને નિદિધ્યાસનના પ્રયત્ન તેમજ પુરુષાર્થનો આરંભ થયો. મુમુક્ષુ આત્માઓ પર લખાયેલા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો તેમજ પદો, નિવૃત્તિ ક્ષેત્રમાં આપેલો બોધ તેમજ તેની છાયા તથા અત્યંતર પરિણામે અવલોકનનું સંકલન કરતાં અર્વાચીન ધર્મગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર” વચનામૃત પ્રાચીન કાળના આગમ તેમજ ઉપનિષદો તુલ્ય છે. શાસ્ત્રોક્ત વચનોનાં તેમજ અનુભવનાં ઊંડાણ તથા વિસ્તારથી અધ્યાત્મનાં રહસ્યો અમૃતવચનો દ્વારા અનાવૃત કર્યા છે. તે રહસ્યોનું હાર્દ પામવા, તેના આશયને સૂક્ષ્મતાએ ઓળખવા અને આત્મસાત્ કરવા પ. પૂ. બાપુજીની વિશિષ્ટ પ્રજ્ઞાનો સહારો પ્રાપ્ત થયો અને તેમાંથી આ નવનીતનો, તત્ત્વાર્થનો આસ્વાદ કરાવતો “શિક્ષામૃત ગ્રંથ પ્રગટ થયો. પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીના ઉપદેશોને તથા વિચારોને પ. પૂ. બાપુજીએ રોમે રોમે પચાવી પોતાના જીવન વડે તેને મૂર્તરૂપ પ્રદાન કર્યું, મૂળ ધર્મને ચરિતાર્થ કરી બતાવ્યો.
ઈ.સ. ૧૯૮૫થી ૧૯૮૭ દરમિયાન પ. પૂ. બાપુજીએ મુંબઈમાં કરાવેલા સ્વાધ્યાયોનો પ્રથમ આવૃત્તિમાં સમાવેશ થયો. સાધના કર્તા દેશ-વિદેશના મુમુક્ષુઓને તે આવૃત્તિ ખૂબ જ ઉપયોગી થઈ. પ્રથમ આવૃત્તિમાં બાકી રહી ગયેલા પઘોનું મુમુક્ષુઓના આગ્રહને વશ થઈ ઈ.સ. ૧૯૯૬માં મુંબઈ પધારી ૫. પૂ. બાપુજીએ ક્રમબદ્ધ લક્ષપૂર્વક સાંગોપાંગ વાંચન કર્યું. વાણીના સંયમી
શિક્ષામૃત ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org