________________
શ્રી વચનામૃત
૧૮૯
સત્યાત્મબોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય રૂ૫ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેના નાશના અચૂક ઉપાય છે.
મોહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીયએ મહા મુનિશ્વરોને પણ પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
| નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મ સ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.
૭પ૩
પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે,
'जे जाणई अरिहंते, दव्व गुण पज्ज्वेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाई तस्स लयं.'
(પ્રવચનસાર ૧-૮૦ શ્રી કુંદકુંદાચાર્ય) જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે શ્રીમદ્ આનંદઘનજી કૃત નવમાં શ્રી સુવિધિનાથના સ્તવનમાં વર્ણવેલ છે.
'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं; तह्ना सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं.'
(સિદ્ધ પ્રાકૃત) જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી.
જિન પૂજા રે તે નિજ પૂજના”
(શ્રી વાસુપૂજ્ય સ્તવન - શ્રી દેવચંદ્રજી) એટલે કે જો યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તો જિનની પૂજા સમજીને કરવામાં આવે તો તે પોતાના આત્મસ્વરૂપનું જ પૂજન છે. પોતાના આત્માની જ પૂજા કરવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org