________________
૧૯૦
શિક્ષામૃત
(૨) વીતરાગ સ્તવના
શ્રી ઋષભ જિનસ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે; મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન હોય ઋષભo ૨ કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે; પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેલાપ ઋષભ૦ ૩ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે લીલા દોષ વિલાસ ઋષભ૦ ૪ ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. ઋષભ, ૫ વિતરાગોને વિષે ઈશ્વર એવા શ્રી ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમ કે તે પ્રભુ રીઝયા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે; પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે.
જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ શ્રી આનંદઘનજી દર્શાવે છે.
પોતાની શ્રદ્ધા નામની સખીને શ્રી આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે : હે સખી ! મેં શ્રી ઋષભદેવ ભગવાન સાથે લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુઃખે કરીને આકુળવ્યાકુળ છે; ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી તે સખી ! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org