________________
શ્રી વચનામૃતજી
૨૪૧ અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા યોગ્ય છે.
ક્ષાયિકભાવની દૃષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમપુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુ વિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તો અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તો તેનું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાન રૂપે જે તે કૃતકૃત્ય પરમપુરુષની પ્રવૃત્તિ છે, તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી.
આત્મસ્વરૂપ પરમ સુખ તરીકે અનુભવાય છે. પણ મન, વચન, કાયાના યોગનું પ્રવર્તન પૂર્વબંધના ઉદયમાનપણાથી છે. તીર્થકરને પૂર્વકર્મ એવું જ હતું. તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કરેલું હોવાથી ઉપદેશ દે છે.
એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે.
શું કહે છે ? નિવૃત્તિવાળી અવસર એટલે એવો સમય સંપ્રાપ્ત કરી, મેળવી આ વાતનું મનન નિદિધ્યાસન કરવાથી વિશેષ સમાધાન પ્રાપ્ત થશે અને સાથે તથારૂપ નિર્જરા પણ પ્રાપ્ત થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં, અનંત કર્મનો ક્ષય થાય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ એમ નહીં કે આ તો કંટાળો આવે છે. પોતાનું કામ કરવું તો એમાં ઉલ્લાસ ન આવે ? આવવો જ જોઈએ, ઉલ્લાસ આવે તો જ અનંત કર્મનો ક્ષય થઈ શકે.
૯૧૮
- તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તો પણ કિંચિત્ સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું.
સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યક્ત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સપુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ કે ત્રણે દશાનો લાભ શ્રી પુરુષના ઉપદેશથી કેટલાક અંશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org