________________
શિક્ષામૃત
નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. એટલે બધાં જ દ્રવ્યો નિત્ય-ત્રણે કાળ રહેવાવાળાં તથા અનાદિથી પોતપોતાની મર્યાદામાં રહીને વર્તી રહ્યાં છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં. આપણી અંદર બેઠેલો આત્મા ક્યારેય જડ થાય નહીં અને આત્મા વગરનો દેહ ક્યારેય ચેતન થાય નહીં.
૩૩૨
५०
જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
“ભૃગી ઇલિકાને ચટકાવે તે ભૃગી જગ જુએ રે,” એવું છે. તેમ આત્માને જે પ્રકારે ચિંતન કરો તે પ્રમાણે જણાય છે.
વિષયાર્તાપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી.
જીવ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં મૂઢ છે, તેથી એની બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે, તેથી આત્માનું નિત્યપણું ભાસતું નથી. આપણે નિત્ય રહેવાના છીએ ? આત્મા નથી મરતો, શરીર મરે છે એમ ૨૪ કલાક આપણને રહે છે ? જો રહેતું હોય તો તો આવાં ઝાવાં ન મારીએ.
એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમ કે અનિત્ય એવા વિષયને વિશે આત્મબુદ્ધિ હોવાથી, પોતાનું પણ અનિત્યપણું ભાસે છે.
વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.
ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે-નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે.
સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે.
૬૪
સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોક વ્યાપક નથી પણ લોકાલોક પ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org