________________
શ્રી વચનામૃતજી
૧૫ ૧ છે. કોઈ ન માને તો કહે છે કે ઉત્કૃષ્ટ શુભ કર્મથી પુણ્ય બંધાય છે. તેના ભોગવટા માટે એકથી બાર દેવલોક તેમજ તેથી ઉપરનાં ક્ષેત્ર પણ છે. ઉત્કૃષ્ટ પાપથી કર્મ બંધાય તો સાતમી નરક સુધીનાં સ્થળો ચોક્કસ છે. કર્મ ભોગવવા માટેનાં, તેને અનુરૂપ ક્ષેત્રો અવશ્ય છે, અને જે તે જગ્યાએ કર્મ ભોગવવા જવું પડે છે.
નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.
નિજ સ્વભાવ જ્ઞાનમાં, પોતાના સ્વભાવના જ્ઞાનમાં, માત્ર ઉપયોગ એમાં જ રોકાયેલો હોય, એક પળ પણ ઉપયોગ બહાર ન નીકળે તેમાં જ લીન થયેલો હોય. બીજી કોઈ વાત અંદર આવે નહીં. આત્માના સ્વભાવે કુદરતી રીતે રહે, એના માટે પુરુષાર્થ કરવાની પછી જરૂર ન રહે. પુરુષાર્થ કરવાની અત્યારે જરૂર છે. ક્યાં સુધી ? એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેને સંકલ્પ વિકલ્પ ન થાય, અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ હોય તેને કેવળજ્ઞાન ઘટે છે.
હાલમાં જૈન ધર્મમાં, આ ક્ષેત્રે આ કાળમાં કેવળજ્ઞાન નથી એમ કહ્યું છે. એ સાથે એમ પણ કહ્યું છે કે આ ક્ષેત્રે, આ કાળમાં ત્રણ ભવ બાકી રહે ત્યાં સુધી પહોંચી શકાય છે. આ અત્યારે ચાલે છે તે ભવ, એક દેવનો ભવ અને ત્યાર પછીનો જે એક ભવ થાય એમાં મોક્ષે જાય. ત્યાં સુધી પહોંચી શકાય છે, સાચો માર્ગ હાથમાં આવે તો અને સાચો પુરુષાર્થ કરીએ તો. નિર્વિકલ્પ પરિણતિ કાયમ રહે તો એ કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે.
તથારૂપ શું? નિજસ્વભાવ. એવી શ્રદ્ધા પાકી થાય તો એ સમક્તિ છે, તેના પર યથાતથ્ય વિશ્વાસ આવે કે સો ટકા સાચું છે અને સહજ અનુભવે એ સમક્તિ છે.
નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ.
ક્ષાયિક સમકિત એને કહેવાય કે જેની નિરંતર પ્રતીતિ વર્યા કરતી હોય. એ સદાયે રહે. આવ્યા પછી ક્યારેય વહી જાય નહીં. ત્યાં સુધી કૃપાળુદેવ પહોંચ્યા હતા અને એથી આ કાળમાં એટલે પહોંચાય. ક્ષાયિક સમકિતીને ત્રણ જ ભવ બાકી રહે.
કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ.
અમુક કર્મની પ્રકૃતિ ક્ષય હોય અને અમુક પ્રકૃતિ ઉપશમમાં હોય તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org