________________
૧૯૭
શ્રી વચનામૃતજી
સંસારી જીવ :- સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ઉત્તરોત્તર બંધના સ્થાનક છે. સિદ્ધાત્મા :- સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચેતન્ય સ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. સિદ્ધ અવસ્થામાં મન, વચન, કાયાના યોગ હોતા નથી. કારણ શરીર જ નથી હોતું. વિભાવ પરિણામ ‘ભાવકર્મ' છે. પુલ સંબંધ દ્રવ્યકર્મ' છે.
વિભાવ પરિણામ એટલે વિભાવ પરિણતિ. જ્યાં ત્યાં આપણો આત્મા લાગેલો છે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, મોહ, માયા, ક્રોધ, માન, જુગુપ્સા, રતિ, અરતિ બધામાં જીવ ભળી જાય છે એનું નામ ‘ભાવકર્મ છે, તે જ વિભાવપરિણતિ છે. વિભાવ પરિણતિ થતાં જ નવું કર્મ અવશ્ય બંધાય, ભાવ થતાં કર્મ પુદ્ગલનો સંબંધ આત્માના પ્રદેશો સાથે થાય છે તે દ્રવ્ય કર્મ છે.
૭૬૭
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે તે સમયમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે તે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.
આ શરીર છે ત્યાં સુધી જો આપણે જયણાપૂર્વક જીવવું હોય તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ બરાબર પાળવી જોઈએ. અપ્રમત્તભાવે પાલન કરવાથી નવાં કર્મ ન બંધાય.
૭૭૦ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org