________________
૧૧૮
શિક્ષામૃત
અંતરમાં વિચાર કરીને, સાધક જીવ સદ્ગુરુની શોધ કરે અને જેને ફક્ત આત્માર્થ સાધવા સિવાય કોઈ જાતની ઇચ્છા નથી, બીજા કોઈ કચરા મનમાં ભર્યા નથી તે આત્માર્થને સાધી શકે.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવન વિશે આત્માર્થનો નિવાસ થાય. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવલહે નહીં જોગ;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. ૩૯
કષાયો શાંત થયા હોય, માત્ર મોક્ષની જ ઇચ્છા હોય. ભવ ભ્રમણનો ખેદ થયા કરતો હોય અને બધા જીવો પર દયા ભાવ રહેતો હોય ત્યાં આત્માર્થ-મોક્ષમાર્ગ પ્રગટે. જીવ આવી દશાને પામે નહીં ત્યાં સુધી એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય નહીં.
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય;
તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦. એવી દશા જ્યાં આવે ત્યાં સરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૦
જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ, થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. ૪૧
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષસ્પદ આંહી. ૪૨ જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨
જ્યારે યોગ્યતા-પાત્રતા રૂપ દશા આવે ત્યારે સદ્ગુરુનો બોધ પરિણામ પામે. અને તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org