________________
૩૫૮
શિક્ષામૃત
નાશવંત છે માટે તે છોડવા જ પડે છે. જેમ કાદવમાંથી ઉત્પન્ન થયેલું કમળ, કાદવથી નિર્લેપ રહે છે તેમ હું પણ હવે આ સંસારરૂપી કાદવથી પર થઈને રહીશ - ૨
મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ;
રંક ગણે મંદિરધરા રે, ઇંદ, ચંદ, નાગિંદ. વિમલ૦ ૩ હે ભગવાન ! મારું મન તારા ચરણકમળમાં રહેવા માગે છે, કારણ કે તે પ્રાપ્ત કરેલા ગુણોરૂપી ભમરાને મારે પ્રાપ્ત કરવો છે. આ ગુણો જેને પ્રાપ્ત થઈ જાય પછી તેને મન મેરૂ પર્વતની સુવર્ણભૂમિ પ્રાપ્ત થાય કે ઇન્દ્રનું પદ મળે કે નાગેન્દ્રનું પદ મળે કે ચંદ્રનું પદ મળે તો પણ તે તુચ્છ લાગે છે. કારણ કે બધા જ સમય સાથે નાશ પામી જાય છે – ૩.
સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર;
મન વિશરામી વાલો રે, આતમચો આધાર. વિમલ૦ ૪ હે વહાલા પ્રભુ ! તું સમર્થ ધણી છે. આવો પરમ ઉદાર સાહેબ મને મળ્યો છે કે જેણે મારા ઉપર પરમ પરમ ઉપકાર કર્યો છે. હે ભગવાન! તું જ મારા મનના વિશ્રામનું સ્થાન છે અને મારા આત્માના આધ
દરિસણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ;
દિનકર કરભર પસતા રે, અંધકાર પ્રતિષેધ. વિમલ૦ ૫ હે ભગવાન ! સૂર્યનું એક જ કિરણ પ્રગટતાં જ રાત્રીના અંધકારનો નાશ થઈ જાય છે તેમ હે ભગવાન ! તારાં દર્શન થતાં જ મારા મનના બધા જ સંશયનો નાશ થઈ ગયો છે અને અજ્ઞાનરૂપી અંધકારનો પણ નાશ થઈ ગયો- ૫
અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય;
શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમલ૦ ૩ હે પરમાત્મા ! આપની મૂર્તિ, આપની મુદ્રા એવી અમૃતરસથી ભરેલી છે કે એને કોઈ પણ ઉપમા આપી શકાય તેમ નથી, અનુપમ છે. આપની શાંત અમૃતરસમાં સ્નાન કરતી એવી તે મૂર્તિનાં દર્શન કરતાં તૃપ્તિ જ થતી નથી - ૬.
એક અરજ સેવક તણી રે, અવધારો જિન દેવ;
કૃપા કરી મુજ દીજિએ રે, આનંદઘન પદ સેવ. વિમલ૦ ૭ હે ભગવાન ! આ સેવકની એક અરજ છે કે તેને બરાબર આપ અવધારો- ધ્યાનમાં લો, અને કૃપા કરીને મને આનંદઘન એવા આપના ચરણની સેવા પ્રાપ્ત થાય એવું કરો. એટલે કે આપના જેવા શુદ્ધ આનંદઘનરૂપી આત્માની પ્રાપ્તિ થાય તેવી કૃપા કરો – ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org