________________
૩૩૬
શિક્ષામૃત
વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
- ૧૦
એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ. આત્મા જ. શુદ્ધાત્મા જ. સહજાત્મા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂ૫ આત્મા જ.
આપણે રટણ કરવા યોગ્ય આ વચનો છે.
૧૩
જિન ચૈતન્ય પ્રતિમા જિનેશ્વર અરિહંત ભગવાનની પ્રતિમા કેવી હોય ? પ્રશમરસનિમગ્ન. સર્વાગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્ત્વવિચાર. બીજાં દર્શનતત્ત્વવિચાર.
સમાધાન જેણે ધ્યાન કરવું હોય અને આગળ વધવું હોય એણે આ બધું કરવું જોઈએ.
૧૪
સ્વપર પરમોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. જૈનોમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે ભેદ પડી ગયા છે.
ખંડિત છે. મોક્ષમાર્ગ ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. સંપૂર્ણપણે આ બધું કાઢીને માર્ગ પ્રવર્તાવવો હોય તો તે બહુ મુશ્કેલ દેખાય છે. દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિશે મહત્ અંતરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org