________________
૩૪
શિક્ષામૃત
આ સમાધિ ક્યારે આવે ? ધ્યાન ધરીએ ત્યારે આવે. પહેલાં સવિકલ્પ સમાધિ આવે. જે આઠ દૃષ્ટિની સજઝઝાયમાં છેલ્લી સમાધિ છે, અને ઋષિમુનિઓ જે યોગ સાધે છે એની જે સમાધિ છે એ બંને એક જ છે.
ભગવાન મહાવીરસ્વામી જ્યારે છદ્મસ્થાવસ્થામાં હતા અને તપશ્ચર્યા કરતાં કરતાં સાવધાનપણે એક ગામથી બીજે ગામ વિચરતા હતા, પોતાના આત્મામાં લીન રહેતા હતા તે વખતે અશોક પાદપ એટલે કે અશોક વૃક્ષ નીચે અષ્ટમ ભક્ત ગ્રહણ કરી શિલાપટ્ટ ઉપર બે પગ ભેગા રાખી ગોદોહનઆસને રહી એક પુગલમાં દૃષ્ટિ સ્થાપન કરીને અનિમેષ નયનથી એટલે કે આંખનું મટકું પણ માર્યા વગર ધ્યાન ધરતા હતા અને એ રીતે એક રાત્રિ સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને મહાપ્રતિમા ધારણ કરીને રહ્યા હતા તેનો જે નિર્દેશ છે તેમાં ગુરૂગમની વાત છે.
. (૫) આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
(શ્રીમદ્ રાજચંદ્ર) આજે મને ખૂબ જ ઉમંગ છે. જીવન ધન્ય થયું. એવો યોગ પ્રાપ્ત થયો છે. વાસ્તવ્ય વસ્તુ એટલે ભગવાન આત્મા કેવો હોય ? શરીર શું ? જન્મ મરણ કેમ અટકે ? તેનો વિવેક અને અનુભવની પ્રાપ્તિ થઈ, તેથી આ મોક્ષમાર્ગ મને જણાયો, જાણવામાં આવ્યો.
પરમ કૃપાળુદેવના અનુભવ ઉલ્લાસને અનુભવી પૂ. કાળિદાસભાઈ સ્વયં આનંદિત થઈ ૫. ક દેવની તે કડીને અનુસરતો ભાવ અને ઢાળને ગ્રહણ કરી પોતે બીજી બે કડીઓની રચના કરી જે મુમુક્ષુ સાધકને ખૂબ જ ઉપકારી થાય માટે તેનો ઉલ્લેખ અહીં કરેલ છે.
સત્ય સુબોધ વેરાગ્ય વડે શલ્ય, દર્શન ચારિત્ર મોહ હણાયો; મોહ પ્રપંચ પ્રચંડ જતા નર, ભેદ ટળી નીરભેદ ભણાયો. ૧ પરમારથ પંથ પ્રવાસી થતા, પરભાવ પ્રપંચ પ્રચંડ હણાયો; કર્મ વિનાશક તે ક્રમથી નરભેદ ટળી, નરભેદ ભણાયો. ૨
(પૂ. કાળિદાસભાઈ)
૧૬૫
પરમ પૂજ્ય સોભાગભાઈની ઓળખાણ આપું. સોભાગભાઈ એ પરમકૃપાળુદેવના પરમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org