________________
૩૫૧
શિક્ષામૃત
આપીને મનુષ્યભવ મેળવવો કેટલો દુર્લભ છે- અઘરો છે તેનું વર્ણન કરેલ છે. તે દશ દૃષ્ટાંતનાં નામ આ પ્રમાણે છે. ૧. ચક્રવર્તીનું ભોજન ૨. ઘોંસરુ અને કિલિકા ૩. તોફાને ચડેલા દેવનું ૪. મંત્રેલા પાસા વડે જુગારનું ૫. અનાજના ઢગલાનું ૬. કાચબાનું ૭. રત્નનું દષ્ટાંત ૮. સ્વપ્ન એક પુરુષ અને એક ભુવાનું ૯. ચક્ર-રાધાવેધ ૧૦. ધૂત-જુગાર – ૧
અવસર પાય વિષય રસ રાચત, તે તો મૂઢ કાયા રે;
કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. પૂરવ૦ ૨ મનુષ્યભવ મળ્યો છે અને જે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાચે છે, તેને ભગવાને મૂઢ (મૂર્ખ) કહ્યા છે. બુદ્ધિ વગરના કહ્યા છે કારણ કે તે પેલા બ્રાહ્મણની જેમ પાછળથી પસ્તાશે. બ્રાહ્મણને રસ્તામાં ચાલતાં મણિ પ્રાપ્ત થયો, પણ તેની પહેચાન નહીં હોવાથી, ગાય ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા માટે તેના ઉપર ફેંકી દીધો, ત્યાર પછી તેને બીજા જોડે વાત થતાં જણાયું કે તે તો મણિ હતો અને તે બદલ તેને પસ્તાવો થયો. તેમ આપણે પણ જો આ મનુષ્યભવને વિષયોમાં ફેંકી દીધો છે તો પસ્તાવો થશે પણ પછી હાથની વાત નહીં રહે. માટે હે ચેતન ! તું ચેતી જા - ૨
નદી ધોલ પાસાન ન્યાય કર, અર્ધ વાટ તો આયા રે;
અર્ધ સુગમ આગલ રહી તિનકું, જિન કહુ મોહ ઘટાયા રે. પૂરવ૦ ૩ જેમ પર્વતમાંથી છૂટી પડેલી શીલા, પાણી સાથે અથડાતી કુટાતી તળેટીમાં આવી પહોંચે છે ત્યારે તે સરસ ગોળ પથ્થરરૂપ થઈ જાય છે અને તેનો તો અર્ધો રસ્તો કપાઈ ગયો છે. પણ હવે સમુદ્ર તરફ આગળ વધવું લીસાપણાને લીધે મુશ્કેલ બની જાય છે. તેમ તે ચેતન ! આ મનુષ્યભવ મેળવ્યો છે તેથી તે તારો મોક્ષ તરફનો અર્થો રસ્તો તો કાપી નાખ્યો છે. પણ હવે જો તું મોહને ઘટાડીશ અને સદ્ગુરુ સન્મુખ થઈશ તો બાકીની અડધી વાટ-બાકીનો અર્થો રસ્તો પણ કપાઈ જશે - ૩
ચેતન ! ચાર ગતિમાં નિચ્ચે, મોક્ષ દ્વાર એ કાયા રે;
કરત કામના સુર પણ યાકી, જિનકું અનર્ગલ માયા રે. પૂરવ. ૪ હે ચેતન ! સંસારમાં રહેલી ચાર ગતિમાંથી નિશ્ચયથી એક મનુષ્ય દેહ જ મોક્ષનો દરવાજો છે. તેના વડે જ આત્મસાધના કરીને મોક્ષે જઈ શકાય છે. બાકીની ગતિમાંથી મોક્ષ થતો નથી. આ મનુષ્ય દેહને દેવો પણ ઇચ્છે છે કે જેની પાસે અનર્ગળ - માપી ન શકાય તેટલી સંપત્તિ છે, કારણ મોક્ષ જવા માટે મનુષ્ય દેહ જ ઉપયોગી છે – ૪
રોહણગિરિજિમ રતન ખાણ તિમ ગુણી સહુ યામેં સમાયા રે; મહિમા મુખથી વરણાત જાકી, સુરપતિ મન શંકાયા રે. પૂરવ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org