________________
અન્ય પદો અને સ્તવનો :
૧૧. શ્રી ઉદયરત્ન મહારાજ વિરચિત - સજ્ઝાયો (૧) ક્રોધની સજ્ઝાય
કડવાં ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીને, હલાહલ તોલે, કડવાં ૧
આ ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયોની સજ્ઝાય, શ્રી ઉદયરત્ન મહારાજ સાહેબ બનાવેલ છે. તેઓ જ્ઞાની સંતપુરુષ હતા. એમ એમની સજ્ઝાયો ઉપરથી જાણી શકાય છે.
૩૬૭
જ્ઞાની પુરુષો એમ કહે છે કે ક્રોધ કરવાથી જીવને તેનાં કડવા ફળ ભોગવવાં પડે છે. રીસક્રોધ થાય છે તે હલાહલ ઝેર સમાન છે. હલાહલ ઝેર જેમ પ્રાણીના પ્રાણ તુરત હરી લે છે તેમ આ ક્રોધ જીવને જન્મમરણના ફેરામાં ફેંકી દે છે. - ૧
ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય, કડવાં ૨
એક વાર ક્રોધ કરવાથી ક્રોડ પૂર્વ સુધી કરેલા સંયમતપનું ફળ નાશ પામી જાય છે. જે ક્રોધરૂપી કષાય સાથે તપ કરી રહ્યા છે તે તો કાંઈ લેખામાં આવતું નથી. એટલે કે મોક્ષની અપેક્ષાએ નિષ્ફળ તપ કહેવાય છે. - ૨
સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ, કડવાં૦ ૩
સિદ્ધાંત-શાસ્ત્રોમાં એક દૃષ્ટાંત આવે છે કે વૈરાગ સાથે ખૂબ જ તપ એક સાધુ કરી રહ્યા હતા, પણ એમાં એક બનાવને કારણે શિષ્ય ઉપર ક્રોધ થઈ જતાં તે ક્રોધમાં ને ક્રોધમાં આયુષ્ય પૂર્ણ કરતાં ચંડકૌશિક સર્પ તરીકે ઉત્પન્ન થવું પડ્યું હતું. એ માટે ગુરુ-ચેલાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. રસ્તામાં ચાલતા ગુરુના પગ નીચે આવી જવાથી દેડકી દબાઈ ગઈ છે એમ શિષ્યના ખ્યાલમાં આવ્યું. શિષ્ય ગુરુને તે માટે પ્રાયશ્ચિત લેવા માટે વારંવાર યાદ અપાવી. છેવટે પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે ક્ષમાપના કરતી વખતે પણ દેડકી વાળી વાત યાદ અપાવી અને ગુરુના ઉપર ક્રોધ સવાર થઈ ગયો. શિષ્યને રજોહરણ લઈ મારવા દોડ્યા અને એમ કરતાં અંધારામાં ઉપાશ્રયના થાંભલા જોડે અથડાયા અને એ જ સમયે આયુષ્ય પૂર્ણ થતા ક્રોધ કષાયની પ્રબળતાને લીધે ચંડકૌશિક સર્પ તરીકે ઉત્પન્ન થવું પડ્યું. આવું ક્રોધનું પરિણામ છે. - ૩
આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ ન મળે તો પાસેનું પરજાળે, કડવાં૦ ૪
જે ઘરમાં આગ લાગે, તે ઘરને આગ સૌથી પ્રથમ બાળી નાખે. જો તે વખતે તેને ઓલવવા માટે પાણીનો યોગ ન મળે તો પાસેના ઘરને પણ સળગાવે. તેવી જ રીતે ક્રોધરૂપી આગ પહેલાં પોતાના મનને બાળે છે. પછી બીજાના મનની પણ એવી જ સ્થિતિ ઉત્પન્ન કરે છે. - ૪
ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજો એ જાણી, કડવાં પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org