________________
૩૫ ૨
શિક્ષામૃત
પક્ષીની જેમ વર્તી રહ્યો છે. હારિલ નામનું પક્ષી ઝાડની ડાળીને પકડીને ઊંધા માથે લટકી જાય છે અને પછી એમ માને છે કે ઝાડની ડાળે મને પકડી રાખ્યું છે. જો તે ઝાડની ડાળી ઉપરની પકડ છોડી દે તો તે છૂટું જ છે. તેમ જીવ એમ માને છે કે સંસારે મને પકડી રાખ્યો છે, પણ સાચી વાત તો એ છે કે પોતે જ સંસારને પકડીને બેઠો છે. શ્રીમદ્ આનંદઘનજી કહે છે કે મનુષ્ય આ હીરા સમાન પ્રાપ્ત થયેલ જન્મને સાર્થક કરવાને બદલે મોહરૂપી માયા કાંકરી સાથે રમત માંડીને બેઠો છે અને જન્મ મરણના ફેરા વધે તેમ વર્તી રહ્યો છે. ૩
૩. છોટમનું પદ રોમે રોમે ચઢે, રામરસ રોમે રોમે ચઢે (ટેક) પીતાં પૂર્ણ અનુભવ પ્રગટે, અનંત નેત્ર ઉઘડે;
દ્વાદશ અંગુલ ભરી પીએ તો, નવી સૃષ્ટિને ઘડે. ૧ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ “વચનામૃત ”માં લખેલ છે કે “છોટમ જ્ઞાની હતા.” તઓ નાગર ગૃહસ્થ હતા. તેઓ જ્ઞાની હતા તેની ખાતરી તેમના પદ ઉપરથી થાય છે.
આ માર્ગના મર્મરૂપ ગુરુગમ ઉપરનું આ પદ . રામરસ જો પોતાના રોમ રોમમાં પ્રસરી જાય તો શરીરમાં રહેલ વિષયરૂપી વિષ બહાર નીકળી જાય. અને આ શરીર પણ પવિત્ર થઈ જાય. એ રસનું પાન કરતાં કરતાં જ ભગવાન આત્માનો અનુભવ થાય છે; અને દિવ્ય નેત્રોનો ઉઘાડ થઈ જાય. અનંત નંત્ર શબ્દ મૂક્યો છે તેનો અર્થ એ છે કે જ્ઞાનીના પ્રદેશ પ્રદેશ નેત્રો ઊઘડી જાય છે એટલે જ્ઞાનીને અનંત નેત્રો છે.
પૂ. કાળિદાસભાઈ કહે છે કે “દ્વાદશ અંગુલ” એટલે સતત રસના પાન સાથે બાર વર્ષ સુધી આ સાધના કર્યા કરે તો પોતે પોતાની નવી દુનિયાનું સર્જન કરે. એટલે કે પોતાના સ્વરૂપમાં ભગવાન આત્મામાં જ લીન થઈ જાય - ૧
સુંઘે તેને સ્વરૂપ દરશે, પાછો ભવ ના પડે;
આપે નિર્ભય સઘળે વરતે, જો જિવાએ અડે. ૨ એકવાર જો આ રામરસનો આસ્વાદ લઈ લે તો તેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને ભવભ્રમણ અટકી જાય. જો આ સુધારસનું પાન કર્યા કરે તો પછી પોતે સંપૂર્ણપણે નિર્ભય થઈ જાય. પછી તેને જન્મમરણના ભયનો નાશ થઈ જાય. - ૨
અજર ખુમારી અભુત ભારી; બ્રહ્મ વિશે જઈ ભડે;
પિંડ બ્રહ્માંડની પાર રહ્યા તે, હંસ થઈ નિવડે... ૩ આ સાધના કરતા જીવની ખુમારી અજર-જરી ન જાય તેવી, નાશ ન પામે તેવી હોય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org