________________
૨૫૦
આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨
આત્મ સ્વભાવ અગમ્ય છે. એ જેમ તેમ જડે એવો નથી. ત્યારે એનું અવલંબન કોણ છે ? આધાર કોણ છે ? જિનપદ-જિનેશ્વર ભગવાન. અરિહંત દેવની આવ્યંતરસ્થિતિ એ એનું અવલંબન. એની ઓળખાણ થાય તો આપણા આત્માની ઓળખાણ થાય એમ દર્શાવ્યું છે. ‘તેહ સ્વરૂપ પ્રકાર.’ આપણા આત્માનું એવું સ્વરૂપ કરવું છે જેવું અરિહંત દેવનું હતું તેવું.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩
જિનેશ્વરનું પદ અને પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ બે એક જ છે, એમાં કાંઈ ભેદભાવ નથી. આનો લક્ષ થવાને માટે આગમો બનાવ્યાં છે. આગમ શાસ્ત્રો સુખ આપનારાં છે. એ આગમોમાંથી સમજાય છે કે શુદ્ધ આત્મસ્વરૂપ અને જિનેશ્વરદેવનું આત્મસ્વરૂપ એ બે એક જ છે. એમાં કોઈ ભેદભાવ નથી.
જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪
Jain Education International
આ જિન પ્રવચન છે, જે આપણાં આગમો છે; જિનની વાણી છે. એ સમજવી દુર્ગમ્ય છે. બહુ ઊંડી છે. તરત સમજાય એવી નથી. અતિમતિમાન-એટલે ખૂબ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય તેવાઓ પણ કદાચ સમજી શકે નહીં એવી છે. પણ જો સદ્ગુરુનું અવલંબન મળે તો એ સુગમ છે. એ વાણી સાદિ અનંત સુખ આપે એવી ખાણ છે.
શિક્ષામૃત
ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત;
મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫
જિનેશ્વર ભગવાનનાં ચરણની ઉપાસના અતિશય ભક્તિ સહિત કરવી જોઈએ. તદુપરાંત સાધુપુરુષો- જ્ઞાનીપુરુષો તરફ અતિશય પ્રેમ અને મન વચન કાયાના યોગનો સંયમ આવે એવી દશા આવવી જોઈએ.
ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૭
જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં અંત૨માં પ્રમોદભાવ થાય અને મન, વચન, કાયાના યોગ અંતર્મુખ જ રહે, બહાર ન રખડે. આ પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે થાય તો જિન દર્શન અનુયોગ– જિન દર્શનમાં બતાવ્યું છે એ પ્રમાણે પ્રવર્તી શકાય. મોક્ષે જઈ શકાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org