________________
૧૮૦
શિક્ષામૃત ડગલ છે. જેને કાઢીને બહાર મૂકી શકીએ એટલે કે દેહ વસ્ત્ર જેવો છે. આ ભવરૂપી (શરીરરૂપી) વસ્ત્ર આ જીવે પહેર્યું છે. એના ઉપર આસક્તિ કે મૂછ કેમ થાય ? જો આપણામાં સાચી સમજણ હોય તો મૂછ થવાનું કોઈ કારણ નથી.
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વક ૩
આની પહેલી લીટી બહુ જ ઉપયોગી છે. આ બધા ગીતની જેમ ગાય છે, રાજી થાય છે, પરંતુ કેટલાયને દર્શનમોહ શું છે એની ખબર નથી. પણ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે” એટલે સત્યાત્મ બોધ. સાયલાના આત્મજ્ઞાની શ્રી કાળિદાસભાઈ કહેતા હતા કે જેને સત્યાત્મ બોધ ઊપજે એનો દર્શનમોહ સાવ નાશ પામે. ભ્રાંતિ, અવિઘા, અજ્ઞાન નાશ પામે, મિથ્યાત્વ નાશ પામે. એ નાશ થયા પછી જે બોધ થાય એ બોધમાં દેહભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો' રહે. દેહને જુદો કરી નાખ્યો અને માત્ર આપણા ભગવાન આત્માનું, ચૈતન્યનું જ. જ્ઞાન એ જ સતત રહ્યા કરે, આઠે પહોર. “તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે” તો ચારિત્રમોહ ક્ષય થતો જાય. એ કેવી રીતે થાય ? તો “વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.” આવું સ્વરૂપનું ધ્યાન ગજસુકુમારને વર્તતું હતું. જે આત્માઓને ઘાણીમાં નાખ્યા એ બધાને વર્તતું હતું. એ કેટલું ? શુદ્ધ સ્વરૂપમાં જ લીન હોય, એને કાંઈ બીજું ભાન જ ન હોય. તો જ એ બની શકે અને તો જ ચારિત્ર મોહના યોદ્ધા સાથે આપણે લડાઈ કરી શકીએ.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ, ૪
આત્મા સ્થિર થઈ ગયો. એના બધા પ્રદેશો સ્થિર થઈ ગયા અને મન, વચન, કાયાના યોગ પણ સ્થિર થયા હોય. એટલે કે મન, વચન, કાયાનું પ્રવર્તન “વિચરે ઉદય પ્રયોગ”ની સ્થિતિમાં વર્તતા હોય, ઇચ્છાએ મન, વચન, કાયાનું પ્રવર્તન હોય નહીં. એ સ્થિરતા ક્યાં સુધી રહે ? ત્યાર પછી દેહ ટકે ત્યાં સુધી એ રહે અને એ દરમ્યાન ઘોર પરિષહ આવે કે ઉપસર્ગ આવે તો પણ એ સ્થિરતાનો ભંગ ન થાય. એવી દશા આવવી જોઈએ. તો એ કેવી રીતે આવે તે હવે પછી કહે છે.
આ યોગ-મન, વચન, કાયા, હજી આપણા ચંચળ છે. તો આત્મ સ્થિરતાની વાત જ ક્યાં ? યોગ ચંચળ હોય ત્યાં આત્મ પ્રદેશો ચંચળ હોય, આત્મસ્થિરતા થાય જ નહીં. થોડી સ્થિરતાની આપણને જરૂર નથી, આપણે તો આત્માના એકેએક પ્રદેશને સ્થિર કરવા છે. આત્મપ્રદેશોમાં સ્થિરતા આવે એટલે મન, વચન કાયાના યોગ પણ સ્થિર થઈ જાય. ઉદયને અનુસરીને જ પરિણમન કરે, ઇચ્છાથી કાંઈ થાય જ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org