________________
૧૧૮
શિક્ષામૃત
પ૬૦
જો જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષ પદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં, જ્ઞાની પુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિશે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ, તો પણ મુમુક્ષને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.
શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામનો હેતુ થાય. “સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.
જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જો કે તે વેદવાના કાળને વિશે સર્વસંગ નિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂયાં કર્યું છે; તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય, એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે.
પ૬૮ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.
સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org