________________
છે
આમુખ કી
“સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ, સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.”
ઉપર્યુક્ત કડીમાં દર્શાવવામાં આવેલ ભાવોને ચરિતાર્થ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો છે. એ સુયોગનું શું મૂલ્ય છે એ તો અધિકારી આત્મા જ સમજી શકે. પાત્રતા કેળવવા માટે, યોગ્યતા મેળવવા માટે, અધિકારી થવા માટે તથા આત્મકલ્યાણ સાધવા માટે આ સંસ્થા તરફથી મુમુક્ષુ જીવોને લક્ષમાં રાખી ગ્રંથમાળા પ્રકાશિત કરવાની યોજના કરવામાં આવી છે. આજે આ સાતમા પુષ્પની ત્રીજી આવૃત્તિ સુધારા-વધારા સાથેની બહાર પાડતા આનંદ અનુભવી રહ્યા છીએ.
આ પુસ્તકમાં અધ્યાત્મમાર્ગમાં ઉપયોગી એવા સાહિત્યનું સંકલન તથા જરૂર હોય ત્યાં અર્થ વિવરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો જ લેવામાં આવ્યા છે અને જરૂર હોય ત્યાં પ. પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે સાધક જીવોને ઉપયોગી થશે એવી ભાવના સહ આ પ્રકાશન બહાર પાડી રહ્યા છીએ.
સાયલા . વિ.સં. ૨૦૬૧, અષાઢ સુદ-૧૫ ગુરુપૂર્ણિમા, તા ૨૧-૭-૨૦૦૫
બ્ર.નિ. નલિનભાઈ કોઠારી
(પૂ.ભાઈશ્રી) શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ
સોભાગ પરા, સાયલા
| || સપુરૂષોનું યોગMUT જગતનું ધ્યાન કરો ||
શિક્ષામૃત જે ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org