________________
૩૭૮
શિક્ષામૃત
જાવંતિ ચેઈઆઈં સૂત્ર જાવંતિ ચેઇઆઈ, ઉઢે આ અહે અ તિરિયલોએ અ;
સવાઇ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ – ૧ જેટલાં ચૈત્યો સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં આવેલા છે, તેને અહીં રહીને ત્યાં રહેલા સર્વ ચૈત્યોને હું વંદના કરું છું. (જિનચૈત્યો - પ્રતિમાઓને)
જાવંત કેવિસાહૂ સૂત્ર જાવંત કેવિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ;
સવૅસિં તેસિંપણઓ, તિવિહેણતિદંડ વિરયાણ. ૧ જેટલા પણ સાધુઓ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં છે કે જેઓ મન, વચન, કાયાએ કરીને ત્રણ દંડથી વિરામ પામેલા છે તે સર્વને હું પ્રણામ કરું છું - ૧
પંચ પરમેષ્ઠિ નમસ્કાર સૂત્ર
નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. ૧ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
શ્રી ઉવસગ્ગહરં સૂત્ર ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણમુક્ક;
વિસર વિસનિન્નાસ, મંગલકલ્યાણઆવાસં. ૧ ઉપસર્ગને હરનાર જેમનો પાર્થ નામનો યક્ષ સેવક છે તથા કર્મના સમૂથી મૂકાયેલા એવા પાર્શ્વનાથને વંદુ છું. તેઓ ઝેરનો નાશ કરનાર તેમજ મંગળ તથા કલ્યાણના ઘર સમાન છે – ૧
વિસહર, કુલિંગમંત, કંઠે ધારે ઈ જો સયા મણુઓ;
તસ્સ ગહરોગમારિ, દુઠજરા જંતિ ઉવસામ. ૨ વિષહર રૂલિંગ નામના મંત્રને જે મનુષ્ય હમેશાં કંઠને વિશે ધારણ કરે છે, તેના ગ્રહ નડતર કે રાંગ અને મરકી તથા ખરાબ તાવ શાંત પામે છે. - ૨ | ચિઠ્ઠઉ દૂરે મતો, તુજ પણામો વિ બહુફલો હોઈ;
નરતિરિએ સુવિ જીવા, પાવંતિ ન દુઃખદોગચ્યું. ૩ એ મંત્ર તો દૂર રહ્યો પણ તેમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનારો થાય છે (તેથી) તે જીવો મનુષ્ય અને તિર્યંચ ગતિમાં પણ દુઃખ અને દરિદ્રતાને પામતા નથી. - ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org