________________
૬૦
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯
કોઈક સાધકને લાગે કે આખા જગતમાં હું અધિકમાં અધિક પતિત કેવી રીતે ? એવું તો મારું જીવન નથી. પરંતુ આ તો લઘુતા ભાવ બતાવવા લખ્યું છે. આપણે તો એમ જ માનવાનું કે મારામાં તો ગુણો નથી અને ઘણા દોષોથી ભરેલો છું. એ પ્રકારનો નિશ્ચય થયા વિના સાધન પણ શું કરી શકે ? સત્ સાધન મળ્યાં અને જો આપણી ભૂમિકા તૈયાર નહીં કરીએ તો કેવી રીતે આગળ વધાશે ? ૧૯
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦
શિક્ષામૃત
હે ભગવાન ! ફરી ફરીને તને હું વંદન કરું છું અને ફરી ફરી એક જ વાત માગું છું. શું માગું છું ? તો કહે કે ‘સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ ! સદ્ગુરુ અને સંત એ તારું જ સ્વરૂપ છે, તારું જ રૂપ છે. દૃઢતા કરી દે’ એ જ મારા મનમાં તું દૃઢ કરાવી દે. ૨૦
Jain Education International
જ્યારે કૃપાળુદેવનો વડવા મુકામ હતો ત્યારે શ્રી સોભાગભાઈ અને બીજા તેમની સાથે હતા. તે વખતે પ્રભુશ્રી ખંભાતમાં ચોમાસું રહેલા હતા. એમાં કૃપાળુદેવે સાંભળ્યું કે પ્રભુશ્રી ખંભાતના પાદરે એક વડ સુધી આવ્યા છે. ત્યાંથી વડવા પાસે છે. પણ તે બીજું ગામ છે એટલે ચોમાસામાં જવાય નહીં. એટલે ત્યાં અટકી ગયેલા છે અને કૃપાળુદેવને પુછાવ્યું. એટલે કૃપાળુદેવે એમને ઉપાશ્રયમાં પાછા જવા કહ્યું. ત્યારપછી પોતે રાળજ ગયા અને ત્યાં એક પારસીનો બંગલો છે ત્યાં બેઠા, અને આ સદ્ગુરુ ભક્તિ રહસ્ય, જિનવર કહે છે જ્ઞાન, યમનિયમ, અને જડ ભાવે જડ પરિણમે આ ચાર રચનાઓ લખી. પછી સોભાગભાઈને બોલાવ્યા અને કહ્યું કે આ કાગળો લઈ ખંભાત જાઓ અને મુનિને આપો તથા કહો કે તમને જે જીવ યોગ્ય લાગે એને આપવાનો આ મંત્ર છે. પરમ કૃપાળુદેવે આ રચનાઓને મંત્રની ઉપમા આપી છે.
આ રચનાને જો યથાર્થ સમજવામાં આવે અને એ પ્રમાણે વર્તન ક૨વામાં આવે તો આપણી ભૂમિકા તૈયાર થાય. ભૂમિકા તૈયાર થાય તો, તો સત્પુરુષો જોતા જ હોય છે કે કોની ભૂમિકા તૈયાર થઈ છે. જેની ભૂમિકા તૈયાર થઈ હોય એના ઉપર ગુરુકૃપા ઊતરે છે.
✩
૨૬૫
ૐ સત્
(તોટક છંદ)
કૃપાળુદેવ આને મંત્ર કહેતા હતા. ‘હે પ્રભુ ! હે પ્રભુ !' પદમાં જે ગુણો બતાવ્યા છે એ બધા
For Personal & Private Use Only
www.jainelibrary.org