________________
૧૮ ૨
શિક્ષામૃત
ઊંચી દશાવાળાની વાત એવી છે કે એને એનો ક્ષોભ ન થાય, દિલગીરી ન થાય, ચિંતા ન થાય પણ આ તો છેલ્લી ઊંચી દશાની વાત છે. અત્યારે તો એ ક્ષોભ થાય તો લાભનું કારણ છે, કારણ કે આપણે હજી સાધક છીએ.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આપણા આત્માને ક્યાંય પણ પ્રતિબંધપણું નહીં, ક્યાંય પણ બાંધવાપણું નહીં કેવી દશા કહી ? “વિચરવું ઉદયાધીન”. જીવવું, જિન્દગી ગાળવી પણ ઉદય આધીન ગાળવી. અને “પણ વીતલોભ જો.” જ્યાં સુધી લોભ હોય ત્યાં સુધી જીવ આરંભ અને પરિગ્રહ મૂકે જ નહીં છોડે જ નહીં. આ બધી તૃષ્ણા લોભ કરાવે છે, માટે એ લોભ જવો જોઈએ. આપણું જીવન કેમ ઉદયાધીન ગાળવું એની આ વાત છે. હવે કષાયોની વાત આવે છે.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દિનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૭ ક્રોધ કરવો પણ તે ક્રોધ ઉપર જ ક્રોધ કરવો. બે પાંચ વખત કરશો એટલે ક્રોધ આવવો જ બંધ થઈ જશે. માન જાય ક્યારે ? દીનપણું આવે ત્યારે. આપણે કોણ માત્ર છીએ ? આ પરમ કૃપાળુદેવ, કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ કે ગણધરો કે મહાવીર ભગવાન, એ બધા પાસે આપણે કોણ છીએ ? આ માન ઉપરાંત બાહ્ય માન હોય છે. દ્રવ્યનો મદ આવે, જાતિમદ આવે, સત્તાનો મદ આવે. પણ ત્યાં દીનપણાનું માન થવું જોઈએ. માન આવે જ નહીં, માન હોય જ નહીં એવું જીવન કેળવવું જોઈએ. “માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની.” કપટ તો આપણામાં રમી રહ્યું છે. કપટ શું કામ કરવું પડે ? કે મારું માન્યું છે માટે, મારી કીર્તિ, લોકો મારી વાત જાણે તો મારી અપકીર્તિ થાય, માટે કપટ કરે. તે ન કરવા માટે માયાનો સાક્ષીભાવ રાખવો તો માયા ચાલી જાય. એ માયા જાય ક્યારે ? કપટ કરે નહીં ત્યારે. “લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.” લોભની શી વાત કરવી ? લોભ કોઈ દિવસ જાય નહીં. લોભને થોભ નથી. એ ‘નહીં લોભ સમાન જો ! હવે તું મને નહીં જોઈએ. આજ સુધી લોભ કરતા આવ્યા છીએ પણ એ ક્યાં સાથે આવે છે ?”
આમ ક્રોધ, માન, માયા અને લોભ - એ આપણામાં તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંવલન પ્રકારના છે. એ બધા અનુક્રમે અમુક અમુક ગુણસ્થાનકે જાય. અત્યારે તો મંદ થઈ શકે. ક્ષય તો અમુક ભૂમિકાએ જ થાય.
એ કષાયો ઉદયમાં આવતાં એનો ખેદ કરો, ચિંતા કરો તો નવાં કર્મ બંધાય, માટે ઉદયમાં આવેલાં કષાયો ઉદાસીનભાવે વેદવાં, પણ આવી સમજણ નવા આરાધકોને ન આપી શકાય, કારણ કે તો તો એ સ્વચ્છંદી થઈ જાય. જે સમજતા હોય એ સમજી શકે કે આ સાચી વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org