________________
૧૭૦
શિક્ષામૃત
છે, પણ બીજી ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચ ઇન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે; તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઇન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર
ચક્ષુ-ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કાનને હોતું નથી અને કાનના વિષયનું જ્ઞાન નાકને હોતું નથી. જ્યારે પાંચ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન એક આત્માને થાય છે, તેથી આત્મા તેનાથી જુદો છે.
* સમાધાન - આત્મા નિત્ય છે કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય;
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ક૭ જેની ઉત્પત્તિ કોઈપણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ “નિત્ય” છે. ૧૬
મૂળ દ્રવ્યો કોઈ સંયોગોથી ઉત્પન્ન થતાં નથી. તેમ આત્મા પણ એક મૂળ દ્રવ્ય છે, તેથી કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી, અને કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી તેથી કોઈમાં પણ તેનો લય થાય નહીં, તેથી આત્મા નિત્ય છે.
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૩૮ આત્મા મૂળ દ્રવ્ય હોવાથી નિત્ય છે. પણ તેના પર્યાયથી પલટતું દેખાય છે, પલટતું રહે છે. આપણે બાળક હતા તે આત્મા જાણે છે, યુવાન હતા તે પણ જાણે છે, અત્યારે વૃદ્ધ થયા તેને પણ જાણે છે. આ દેહની ત્રણ અવસ્થા થઈ, એ ત્રણેય અવસ્થાને આત્મા જાણે છે. તે આત્મા એક અને નિત્ય હોય તો જ બને. આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો આમ બને નહીં. ૩૮
સમાધાન-આત્મા કર્મનો કર્તા છે. જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવધર્મ. ૭૫ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં. કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫ જો ચેતન પ્રેરણા કરે નહીં તો કર્મ લાગતાં નથી અને તેથી કર્મ તે જીવનો સહજ ધર્મ નથી.
સમાધાન - જીવને પોતાના કરેલાં કર્મનું ભોક્તાપણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org