________________
શ્રી વચનામૃતજી
૨૩૯
થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૧૫
પરમ કૃપાળુદેવ પોતે ધર્મપુર ગયા છે. એમના કાકાજી સસરા ધર્મપુર સ્ટેટના મેડિકલ ઓફિસર હતા એટલે હવાફેર માટે કૃપાળુદેવ ત્યાં ગયા હતા. ત્યારે એમનું શરીર-સ્વાથ્ય બરાબર રહેલું નહોતું. ત્યાંથી એમણે ખંભાતના મુમુક્ષુઓ પર આ પત્ર લખ્યો છે.
ૐ નમ: મુમુક્ષુઓ,
તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો. અત્ર વીસ દિવસ થયા સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે.
૧. ઉપશમશ્રેણીમાં મુખ્યપણે “ઉપશમસમ્યકત્વ” સંભવે છે. જેણે ઉપશમ શ્રેણી માંડી અને ઉપશમસમ્યકત્વ હોય. કૃપાળુદેવે પોતે પણ માંડી હતી.
૨. ચાર ઘનઘાતિ કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગવંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંતભોગઉપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે.
અનંત લાભલબ્ધિ એટલે કોઈ પૈસાનો લાભ નહીં. ઇન્દ્રનું સુખ મળે તો પણ શું ? આ તો પોતાનાં સ્વરૂપનો લાભ છે, એ અનંત લાભ. અનંત દાનલબ્ધિ એટલે એ આત્માની એટલી શક્તિ હોય છે કે એ બીજા જીવને અમર, અભય બનાવી શકે એવું દાન કરી શકે. બીજા જીવના જન્મમરણના ફેરા ટળી જાય એવું એ દાન આપી શકે. અનંત ભોગલબ્ધિ, અનંત ઉપભોગલબ્ધિ એ પણ પોતાના સ્વરૂપનું જ સુખ છે. એ કાંઈ ઇન્દ્ર-ઇન્દ્રાણીનું કે ચક્રવર્તી રાજાને કે એની સ્ત્રીઓનું કે એની સંપત્તિનું સુખ નહીં પણ પોતાના સ્વભાવનું સુખ એ અનંત ભાગલબ્ધિ અને અનંત ઉપભોગ લબ્ધિ. અનંત વીર્યલબ્ધિ એ એવી શક્તિ છે કે જેનાથી ઊંચી કોઈ શક્તિ નથી. જેમ સિંહણનું દૂધ ઝીલવું હોય તો સોનાના વાસણમાં ઝીલવું પડે તેને બીજા વાસણમાં લ્યો તો વાસણ તૂટી જાય. એમ આ આત્માની એવી શક્તિ છે કે જેના વીર્યની શક્તિનો ધોધ ઉત્પન્ન થયો એ એને સહન કરી શકે, ટકાવી શકે. વીઆંતરાયનો ક્ષય થવાથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ શક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org