________________
આત્યંતર પરિણામ અવલોકન
૩ ૨૭
જ છતાં એમના ઉદયમાં ગૃહવાસ હતો. ‘અપ્રસિદ્ધ પદ રાખી’ એટલે પોતાને આત્મજ્ઞાન છે, ક્ષાયિક સ્થિતિ છે એ વાત કોઈને જણાવા દીધી નહીં, સામાન્ય વ્યક્તિ તરીકે જ રહ્યા પણ સંપૂર્ણ ત્યાગીની સ્થિતિમાં.
રાત ને દિવસ, સાડાબાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરતા રહ્યા. સતત મૌન રાખતા. એમનાં કર્મ એટલાં બધાં ભારે હતાં કે એમ કરે નહીં તો એમનાં કર્મનો ક્ષય થાય નહીં.
નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે, એનો હેતુ શો ?
બન્નેનો હેતુ એક જ છે. એમને પણ ઉદય આવે, એ કર્મ સમભાવે વેદવાનાં છે. અને આ જીવ એટલે કૃપાળુદેવનો જીવ, એ આમ વર્તે છે, બાહ્ય પ્રવૃત્તિરૂપ વેપાર કરે છે, ગૃહવાસ ભોગવે છે, એ એમને પણ ઉદય સમભાવે વેચવાનો છે. આપણે પણ આમ જ વર્તીએ છીએ ને?
જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ (સંસાર વધારી દે છે.) ઉત્પન્ન કરે છે. કેમ કે અમર થવા માટે ઝેર પીએ છે. કેટલું સચોટ લખ્યું છે !
૩૮
સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે?
વેશ્યવેષે અને નિગ્રંથભાવે વસતા કોટિ કોટિ વિચાર થયા કરે છે.
વેષ તો વાણિયાનો છે. પ્રવૃત્તિ પણ એવી જ કરે છે. અને ગૃહસ્થાવાસમાં છે. એમની ગ્રંથિ છેદાઈ ગઈ છે. એમને વેપાર સાથે કાંઈ લાગતું વળગતું નથી. સંસાર સાથે કાંઈ લાગતું વળગતું નથી.
વેષ અને તે વેષ સબંધી વ્યવહાર જોઈ લોકદષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે તે પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની સ્થિતિ કરી વર્તી શકાતું નથી, કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org