________________
શ્રી વચનામૃતજી
२०७
જગતમાં બધા પૂજે, બધા વંદન કરે, બધા પગે લાગે એની હોંશ એને અનર્થ સમાન જાણે.
પુદ્ગલની છબી એવી ઓદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે. જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે.
સંસારના ભોગવિલાસને જાળમાં સપડાયા હોય એમ માને. ઘરમાં રહેવું તેને ચારે તરફથી ભાલા વાગતા હોય એવું લાગે.
કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે. કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
આવું જેનું જીવન હોય એને બનારસીદાસ વંદન કરે છે. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં, અસંગપણું જ રાખશો.
સોભાગભાઈને કહે છે કે છોકરાઓથી અસંગપણું રાખશો. સોભાગભાઈને એમ છે કે આ મને જે સુખ મળ્યું, એ ત્રંબક અને મણિને મળે એટલે કૃપાળુદેવને કહે છે કે “સંબક અને મણિને તમે બરાબર ઊંચા લ્યો.' તો કૃપાળુદેવ એમ કહે છે કે
જેમ જેમ પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે. તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે.
હાડ આજ્ઞા વડે રંગાઈ જશે, એટલે છોકરાઓને માટે સોભાગભાઈ પૈસાની માંગણી કરતા નથી, પણ કહે છે કે આ જે સુખ-સાચું સુખ છે એ જ આપો.
નંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિશેની રુચિ અંતર ઇચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થઈ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તો પણ આશ્ચર્ય નથી.
પોતે જાણે કે પ્રમાણપત્ર આપે છે કે હું આ વખતે આવ્યો ત્યારે ત્રંબક અને મણિમાં ભક્તિની રુચિ મેં જોઈ છે. પણ એથી એકદમ તો ક્યાંથી વધી શકાય ?
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. " વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાનાં અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org