________________
૬૯
શ્રી વચનામૃતજી
હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ એટલે દ્રવ્ય પર્યાયાંતર થાય છે, પણ એનો નાશ થતો નથી. અને એક સમય જે વસ્તુ (દ્રવ્યરૂપે) જેમ છે તેમ સો સમય રહે છે, એટલે અનંતકાળ સુધી નાશ થવાપણું નથી. એમ તમે જડ અને ચેતનને ભેદજ્ઞાનથી જુદા પાડો. એ જ અવસ્થા તમે જુઓ તો એ પ્રમાણે તમને સારું લાગશે. ૧૦
૨. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ સદ્ગુરુ છે તે પરમપુરુષ છે, પ્રભુ જ છે. તેમને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન તે સુખનું ધામ છે. જીવને પોતાના સ્વરૂપનું ભાન જેણે કરાવ્યું તેવા શ્રી સદ્ગુરુને સદા પ્રણામ છે.
૨૬૭
હરિગીત જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન એટલે શું ? તેને તીર્થકરો જે રીતે કહે છે તેને હે ભવ્ય જીવો તમે સાંભળો.
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નવપૂર્વ સુધી ભણ્યો હોય પણ પોતાને હું કોણ છું ? “મારું સ્વરૂપ શું છે ?” એની ખબર ન હોય તો નવપૂર્વ ભણ્યો એ એનું અજ્ઞાન છે. એ જ્ઞાન નથી; એ વિદ્વત્તા છે પણ જ્ઞાન નથી, એમ આગમો સાક્ષી પૂરે છે. એ બધાં પૂર્વોનું જ્ઞાન કરવાનું શા માટે કહ્યું? આપણી ભૂમિકા તૈયાર થાય માટે કહ્યું છે; આપણું જીવન શુદ્ધ થાય એટલા માટે કહ્યું છે. ૧
નહીં ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨. ગ્રંથમાં (શાસ્ત્રોમાં) જ્ઞાન નથી. કવિની ચતુરાઈ એ કોઈ જ્ઞાન નથી. મંત્ર, તંત્ર એ પણ જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org