________________
૩૦
શિક્ષામૃત
જ્યાં શંકા થાય ત્યાં સંતાપ (દુઃખ)નો ઢગલો હોય અને જ્યાં જ્ઞાન હોય ત્યાં શંકા હોઈ શકે નહીં. પ્રભુભક્તિ કરવાથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય અને તે પ્રભુ કોણ ? તો કહે છે પ્રત્યક્ષ સદ્ગુરુ એ જ પ્રભુ છે. ગુરુને આંતરિક રીતે ઓળખવા માટે પોતાના અંતરમાં વૈરાગ્ય પ્રગટેલો હોવો જોઈએ. તે ઓળખવા માટે પૂર્વે આચરેલ શુભ ભાવનો ઉદય થવો જરૂરી છે. આમ ન થઈ શકે તો સત્સંગ કરો અને જો તે પણ નહીં હોય તો દુઃખ જ પ્રાપ્ત થશે. ૩
૪. જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક;
સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને;
પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં?”શંકા જાય. ૩
એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છે;
સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૭ જે કાંઈ કહ્યું છે તે એક પ્રકારનું છે એમ બધાં જ દર્શનો વિવેકથી કહે છે. સમજવા માટે આ શૈલી છે. તે ઉપરાંત સાદુવાદ શૈલી પણ છે. જો એની મૂળ સ્થિતિ વિશે મને પૂછો તો તમને યોગી પાસે- અર્થાત્ જ્ઞાની મહાત્માને સોંપી દઉં. આ લોક પ્રથમ, મધ્ય અને અંતમાં છે, તે લોકનું સ્વરૂપ અંતર સ્થિતિમાં (અલોકે) રહીને જો. જીવ અને અજીવની સ્થિતિ જોઈ આશ્ચર્ય થયું અને શંકાનો નાશ થયો. આમ જે હોય તો તેનો ઉપાય નથી. તો કહે છે કે ઉપાય કેમ નથી ? ઉપાય છે. માટે શંકા નાશ પામી ગઈ) જીવ બંધ અને મુક્તિ સહિત છે. ઉપાય કેમ નથી ? ઉપાય છે. માટે શંકા નાશ પામે. આના આશ્ચર્યને જે જાણે છે તેને જાણ. જ્યારે જ્ઞાનરૂપી સૂર્ય ઊગે ત્યારે તેની જાણ થાય. જ્ઞાનરૂપી સૂર્ય ઊગે એટલે સમજે કે જીવનો બંધ અને મુક્તિ થાય છે. આ સમજી જાય તેનો સદા માટેનો શોક ટળી જાય; નાશ પામી જાય. જે બંધનયુક્ત જીવ છે, તે કર્મ સાથે રહેલા છે. તે પુદ્ગલ રચનારૂપી કર્મ ચોક્કસ છે. પહેલાં પુગલનું જ્ઞાન જાણી લે, તો આ મનુષ્યદેહમાં જ તું આત્મધ્યાનને પ્રાપ્ત કરીશ. જો કે દેહ તો પુદ્ગલનો બનેલો છે, છતાં પણ ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org