________________
૩૭ ૨
શિક્ષામૃત
નીકળ્યો પણ ચર્મરત્નના હંકારનારા દેવોમાં વિચાર આવ્યો કે “હું એક થોડો સમય દેવલોકમાં જઈ આવું તો કાંઈ વાંધો નહીં આવે એમ વિચારીને એક પછી એક દેવ ચાલ્યા ગયા આમ થતાં ચર્મરત્નના અધિષ્ઠાયક દેવોની ગેરહાજરીથી તે ડૂબી ગયું અને સાથે સુભૂમ ચક્રવર્તી અને તેનું સૈન્ય ડૂબી મર્યું. લોભનું આવું ફળ છે માટે હે જીવો ! ચેતો ! હું
એમ જાણીને લોભને છાંડજો રે, એક ધર્મશુ મમતા મંડજો રે;
કવિ ઉદયરત્ન ભાખે મુદા રે, વંદુ લોભ તો તેને રે, તુમે. ૭ આમ જાણીને લોભને છોડજો. અને એક ધર્મ પ્રત્યે પ્રેમભાવ રાખજો. શ્રી ઉદયરત્ન મહારાજ કહે છે કે જે લોભને છોડી દેશે તેને હું વંદન કરીશ. - ૭
૧૨. આત્મસિદ્ધિ શાસ્ત્ર - પરમ કૃપાળુદેવ પતિત જન પાવની, સૂર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી, આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી, તે પતિત) ૧ ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુ એ કરી'તી, તે પતિત) ૨
આ કૃતિ છે તે સંસારમાં પતિત થયેલા, પાપકર્મમાં ખૂંપેલા જીવોને પવિત્ર કરનારી, ગંગાનદી જેવી પવિત્ર છે. તે અધમ જીવોનો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરનારી છે. પોતાના પૂર્વભવોની જાણકારી ધરાવનાર એવા યોગી શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા પોતાના આત્મઅનુભવ સાથે રચવામાં આવી છે.
આ રચનાના નિમિત્તભૂત પૂ. શ્રી સૌભાગ્યભાઈ છે. છ પદનો પત્ર મુખપાઠે રહેતો નહીં હોવાથી આ જ વસ્તુ જો પદ્યરૂપે આપવામાં આવે તો મુખપાઠ કરીને તેનું રટણ કરી શકાય એવી વિનંતી પૂ. શ્રી સૌભાગ્યભાઈ તરફથી થતાં ચરોતર વિસ્તારમાં આવેલા નડિયાદમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા રચવામાં આવેલ એક સવંગ શાસ્ત્ર છે. એનું નામ જ આત્માની સિદ્ધિ કરવા માટે છે તે સૂચવે છે. એ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેનું યથાર્થ ચિંતન-મનન કરવાથી મોક્ષમાં લઈ જાય તેવું છે.
ભવ્ય શ્રી સૌભાગ્યભાઈને પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વણી લીધા છે તે દર્શાવતી કડીઓ આ પ્રમાણે છે :
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org