________________
અન્ય પદો અને સ્તવનો :
૩૭૧ ઉદયરત્ન મહારાજ સાહેબ કહે છે કે :- જે પ્રાણીઓ લોભને છોડી સંતોષને ધારણ કરે છે, તેના હું ઓવારણા - મીઠડા લઉં અને તેમના ચરણમાં વંદના કરીને તેમને ખામણા આપું, બહુમાન કર્યું કારણ કે લોભના ઉદયથી કોઈપણ જાતની મર્યાદા રહેતી નથી, માટે હે ભવ્ય પ્રાણીઓ ! તેની સંગત છોડી દો. - ૨
લોભે ઘર મેલી રણમાં મરે રે, લોભે ઊંચ તે નીચું આચરે રે;
લોભ પાપ ભણી પગલાં ભરે રે, લોભે અકાર્ય કરતાં ન ઓસરે રે, તુમેo ૩ કીર્તિના લોભમાં જીવો યુદ્ધ મેદાનમાં પોતાનો જીવ અર્પણ કરી દે છે એટલે કે મૃત્યુને વરે છે. લોભને કારણે ઉચ્ચ વ્યક્તિ પણ ન કરવા જેવા નીચ કાર્યો પણ કરવા લાગી જાય છે. લોભ કષાયના કારણે જીવો પાપ કર્મ કરતાં અચકાતા નથી. તેમજ લોભથી ન કરવા જેવા કાર્યો કરવામાંથી જીવ પાછો ફરતો નથી માટે તેની સંગત હે જીવો ! તમે છોડો. - ૩
લોભે મનડું ન રહે નિર્મળું રે, લોભે સગપણ નાસે વેગળું રે;
લોભ ન રહે પ્રીતિ ને પાવઠું રે, લોભે ધન મેલે બહુ એકઠું રે, તુમેo ૪ લોભના કારણે મન મળથી ખરડાય છે, શુદ્ધ નિર્મળ રહેતું નથી. લોભના કારણે સગપણનો પણ નાશ થઈ જાય છે. લોભ થવાથી બીજા જીવો પ્રત્યે પ્રેમભાવ રહેતો નથી. લોભ વડે કરીને ઘણું જ ધન ભેગું કરે છે કે જેનો ભોગવટો તે કરી શકતો નથી અને મૂકીને પરભવમાં સંચરી જાય છે-ચાલ્યો જાય છે. - ૪
લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતક નવિ ગણે રે;
તે તો દાતણે લોભે કરી રે, ઉપર મણિધર થાયે તે મરી રે, તુમે. ૫ લોભને કારણે પિતા પુત્રને હણી નાખે છે, લોભ જેનામાં ઉદય થાય છે તે હત્યા કરવામાં પાપ થશે એમ ગણતો નથી. તેમજ ધનના લોભને કારણે તે જીવ મરીને ભેગા કરેલા ધનને સાચવવા માટે તે મણિધર સર્પ થઈને ત્યાં જ પાછો ઉત્પન્ન થાય છે. - ૫
જોતાં લોભનો થોભ દીસે નહીં રે; એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે;
લોભે ચક્રી સુભમ નામે જુઓ રે, તે તો સમુદ્રમાં ડૂબી મુઓ રે, તુમ ૩ જોતાં-વિચારતાં એમ જણાય છે કે લોભનો કાંઈ અંત હોતો નથી. એમ સૂત્ર-સિદ્ધાંતમાં ભગવંતો ભાખી ગયા છે. દા.ત. સુમ નામના ચક્રવર્તીને છ ખંડ પ્રાપ્ત થયા પછી વિચાર આવ્યો કે છ ખંડ તો બધા જ ચક્રવર્તી જીતે છે માટે હું બધાથી વધારે ખંડ જીતું તો બધાથી મહાન કહેવાઉ, તેવી ઇચ્છાથી તેણે પોતાનું ચર્મરત્ન દરિયામાં મૂક્યું અને આખા સૈન્યને લઈને ચાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org