________________
અન્ય પદો અને સ્તવનો :
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ શ્રી સોભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે કહ્યો બોધ સુખસાજ.
એકવાર સાયલા ગામમાં કોઈ ભાઈનું મૃત્યુ થવાથી પૂ. શ્રી કાળિદાસભાઈ, તથા પૂ. બાપુજી વિગેરે સ્મશાન સાથે ગયા હતા તે વખતે સ્મશાનથી સીધા તળાવે જઈ સ્નાન કરી ઘેર જવાનો રિવાજ હતો. તેથી સ્મશાનમાંથી પૂ. શ્રી કાળિદાસભાઈ તથા પૂ. બાપુજી વિગેરે તળાવે ગયા. આ તળાવ શ્રી સિદ્ધરાજની માતા મિનળદેવીએ બંધાવેલ છે. તળાવે ગયા પછી પૂ. બાપુજીને પૂ. શ્રી કાળિદાસભાઈનો વિવેક કરવાનું સૂઝી આવતાં તેઓશ્રીને કહ્યું કે “લાવો કાળિદાસભાઈ આપનું પંચિયું હું છબછબાવી દઉં” પણ પૂ. શ્રી કાળિદાસભાઈએ ના પાડી અને તે પછેડી ધોવા માંડી અને પથ્થર ઉપર ધોતાં ધોતાં બોલ્યા કે – “જુઓ લાડકચંદભાઈ
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
Jain Education International
૩૭૩
એટલે કે કર્મ અનંત પ્રકારનાં કહ્યાં છે, તેમાં મુખ્ય આઠ પ્રકાર છે. તે આઠમાં પણ મુખ્યપણે મોહનીય કર્મ રહેલું છે તેનો નાશ કેમ થાય તે કહું છું. મોહનીયના પણ બે ભેદ છે. એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. દર્શનમોહ છે એ સત્યાત્મબોધથી નાશ કરી શકાય અને ચારિત્ર મોહનીય વીતરાગતાથી” એમ કહી પછેડીને પથ્થર ઉપર પછાડી તે ઉપરથી પૂ. બાપુજીના મનમાં સચોટ છાપ પડી કે પ્રથમ દર્શન મોહનીયને જ હણવાનો પુરુષાર્થ કરવો પડશે.
તેઓ (પૂ. બાપુજી) હમેશાં સાધકોને કહે છે કે સૌ પ્રથમ દર્શનમોહ(મિથ્યાત્વ મોહ)નો નાશ કરવાનો પુરુષાર્થ કરો. એ જશે તો જ ચારિત્ર મોહનીયનો નાશ થઈ શકશે. એટલે કે પ્રથમ દર્શનમોહ ઉ૫૨ ઘા ક૨વો, પછી ચારિત્રની પ્રકૃતિ ધીમે ધીમે જશે. સમ્યગ્દર્શન છે એ ચારિત્ર મોહની પ્રકૃતિ સામે લડવા માટે જીવને મળેલ બખ્તર સમાન છે. તેનાથી જ ચારિત્ર મોહને હરાવી શકાય છે.
પ્રત્યક્ષ સત્પુરુષનું માહાત્મ્ય શું છે તે દર્શાવતી આત્મસિદ્ધિની કડીઓ આ પ્રમાણે છે : જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org