________________
અન્ય પદો અને સ્તવનો :
૩૭૭
મોક્ષમાર્ગના દાતાને, શરણાગતને શરણ આપનારને, જીવોની દયા પાળનાર બોધિબીજના આપનારને (નમસ્કાર કરું છું)
ધમ્મદયાણ, ધમ્મદેસિયાણું૦, ધમ્મનાયગાણું,
ધમ્મસારહણ, ધમ્મરચારિત ચક્કવટીણ - ૭ દીવો તાણે સરણ ગઈ પઈઠા,
અપ્પડિહયવરના દંસણ ધરાણ વિયછઉમાણ૫ – ૭ સધર્મના આપનારને, સધર્મના ઉપદેશ આપનારને, ધર્મના નાયકને (આચાર્ય), ધર્મના સારથિને, ચારગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મરૂપ ચક્રના ધારણ કરનારને અને જેઓ શરણમાં આવ્યા છે તેને શરણ આપી માર્ગદર્શન આપનારને, કોઈથી જેનો નાશ ન થઈ શકે તેવા કેવળ જ્ઞાનદર્શન ધારણ કરનાર છે તેમને તથા ચારઘાતિકર્મ રહિત છે તેમને નમસ્કાર કરું છું) ૬, ૭
જિણાણ, જાવયાણ૭, તિન્નાણ૮ તારયાણ ૨૯,
બુદ્ધાણં9, બોહયાણ", મુત્તાસંગ, મોઅગાણું - ૮ કર્મરૂપી શત્રુને જીતનાર, બીજા જીવોને પણ કર્મથી કેમ જીતવું તે સમજાવનાર, સંસાર સમુદ્રથી તરનાર, અને બીજાને સંસાર સમુદ્રથી તારનાર પોતે પામેલા છે બોધ એવા, બીજાને બોધ પમાડનાર એવા, મુક્તિ પ્રાપ્ત કરી છે તેવા અને બીજાઓને મુક્તિ પ્રાપ્ત કરાવનારને (નમસ્કાર કરું છું) - ૮
સવલૂર્ણ સવદરિસીણં૫, સિવમલંમરુઅ, મહંત મકખાં મવાબાઈ મપુણરાવિતી સિદ્ધિગઈનામધેય,
ઠાણે સંપત્તાણ, નમો જિહાણે, જિયભયાણ - ૯ સર્વ જાણનાર એવા સર્વજ્ઞ, સર્વ દેખનાર સર્વદર્શીને, ઉપદ્રવરહિત, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય અવ્યાબાધ, જ્યાંથી ફરી જન્મ લેવો પડતો નથી એવી સિદ્ધગતિ નામવાળા સ્થાનને પામેલા એવા જિનેશ્વરો કે જેમણે સર્વ ભયને જીતી લીધા છે તેમને નમસ્કાર થાઓ - ૯.
જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ અણાગએ કાલે,
સંપઈ અ વર્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ - ૧૦ જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યમાં સિદ્ધ થવાના છે અને જેઓ વર્તમાનકાળમાં વિચરી રહ્યા છે, તે સર્વ તીર્થકરોને હું ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) વંદુ છું - ૧૦
શક્ર એટલે ઇન્દ્ર, ભગવાનની સ્તુતિ કરતાં આ બોલે છે, શરૂઆતમાં અરિહંત ભગવાનની જુદા જુદા ૩૫ વિશેષણો દ્વારા સ્તુતિ કરવામાં આવી છે અને પછી ત્રણે કાળના સિદ્ધ પરમાત્માના મોક્ષનું સ્વરૂપ બતાવવાપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org