________________
અન્ય પદો અને સ્તવનો :
દુરિતરૂપ-સંસારમાં રખડાવનાર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન એટલે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના પ્રકાશ સમાન. વળી કલ્પવૃક્ષ સમાન - ઇચ્છિત આપવાની ક્ષમતાવાળા, ભવ સમુદ્રને તરવા માટે વહાણ સમાન, બધી સંપત્તિના હેતુ – કારણ સમાન એટલે કે આત્માની સંપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત કરાવવા માટેના નિમિત્તભૂત કારણ, તેમજ સતતપણે મોક્ષ તરફ આગળ વધારવાના કારણ એવા શ્રી શાંતિનાથ, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાઓ.
-
નમો સિદ્ધાણં :
નમો અરિહંતાણં :
પૂર્વ આચાર્યોએ પંચ પરમેષ્ઠી ભગવંતની સ્તુતિ કરી છે. તેમાં યથાર્થ વાતો કરી છે. આંતરિક દુશ્મનોરૂપ ચાર ઘનઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે તેને નમસ્કાર. એટલે અરિહંત પોતાના આંતરિક દુશ્મનોને હણનાર તેઓ બાર ગુણના ધારણહાર છે. આઠ પ્રતિહાર્ય (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર. ચાર મૂળ અતિશય, (૯) અપાય અપગમ અતિશય, (૧૦) જ્ઞાનાતિશય, (૧૧) પૂજાતિશય, (૧૨) વચનાતિશય
નમો આયરિયાણં :
નમો ઉવજ્ઝાયાણં :
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં ! એસો પંચ નમુક્કારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલ !!
Jain Education International
૩૭૫
આઠ કર્મોનો ક્ષય કરી જે સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે તેઓને નમસ્કાર કરું છું. તેઓ આઠ ગુણના ધારણહાર છે. ૧. અનંતજ્ઞાન, ૨. અનંતદર્શન, ૩. અવ્યાબાધ સુખ, ૪. અનંતચારિત્ર, ૫. અક્ષયસ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુગુણ, ૮. અનંતવીર્ય.
પાંચ આચાર પોતે પાળે અને બીજાને પાળવાનો ઉપદેશ આપે તથા ગચ્છ(સમુદાય)ના નાયક, તેમને નમસ્કાર. તેઓ ૩૬ ગુણના ધારણહાર છે. સત્ શાસ્ત્રોના સિદ્ધાંતના પારગામી, અને બીજાને ભણાવે તેવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર. તેઓ ૨૫ ગુણના ધારક છે.
નમો લોએ સવ્વસાહૂણં :સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરી મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા છે એવા સાધુઓને નમસ્કાર હો. તેઓ ૨૭ ગુણના ધારક છે.
એસો પંચ નમુક્કારો એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ મંત્ર તે.
0:0
For Personal & Private Use Only
www.jainelibrary.org