Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 404
________________ ૩૭૯ અન્ય પદો અને સ્તવનો : તુહ સમ્મતે લદ્ધ, ચિંતામણી કuપાયવક્મણિએ; પાવંતિ અવિશ્થણ, જીવા અયરામાં ઠાણ. ૪ તમારું સમ્યક દર્શન પામવાથી ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવા મોક્ષ સ્થાનને જીવો વિપ્ન વિના પામે છે. - ૪ ઇઅ સંઘુઓ મહાયસ, ભત્તિબ્બર નિમ્બરેણ હિઅએણ; તા દેવ ! દિક્સ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ હે મોટા યશવાળા ! એ પ્રકારે આપની સ્તુતિ, ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા હૃદયે કરું છું તે કારણ માટે હે દેવ ! હે પાર્થ જિનચંદ્ર ભવોભવને વિશે બોધીબીજ આપો. - ૫ જયવીયરાય સૂત્ર જયવીયરાય ! જગગુરુ ! હોઉ મમ તુહ પભાવઓ ભયવં; ભવ નિવેઓ મગાણુસારિયા ઇઠફલ સિદ્ધિ - ૧ હે વીતરાગ ! હે જગતના ગુરુ ! તમે જય પામો. હે ભગવાન! તમારા પ્રભાવથી મને (૧) ભવનું ઉદાસીપણું - સંસાર પરિભ્રમણથી ત્રાસ થાઓ અને ભવનો નિવેડો આવો તથા (૨) માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાઓ કે જેથી (૩) વાંચ્છિત ફળની સિદ્ધિ થાઓ - ૧ લોકવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઓ પરત્થકરણ ચ; સુહ ગુરુ જોગો તવણસેવણા આભવમખંડા - ૨ (૪) લોકની વિરુદ્ધ કામોનો ત્યાગ થાઓ (૫) ગુરુજનની પૂજા અને (૬) પરોપકાર મારા વડે થાઓ (૭) સદ્ગુરુનો જોગ પ્રાપ્ત થાઓ (૮) તેમનાં વચનો પ્રમાણે સેવા-આજ્ઞા પાળવાની શક્તિ – આટલી વસ્તુઓ આ ભવ પર્યત મને અખંડિતપણે હોજો. વારિ જ્જઈ જઈવિ નિયાણબંધણું, વિયરાય તુહ સમએ; તહવિ મમ હુજસેવા, ભવે ભવે તુહ ચલણાણ - ૩ જોકે હે ભગવાન ! હે વીતરાગ ! તારા શાસનમાં તેં નિયાણું કરવાની ના પાડી છે, તો પણ હું માનું છું કે “મને તમારા ચરણોની સેવા ભવોભવને વિશે પ્રાપ્ત હોજો, થજો” - ૩ દુક્કમ્બઓ, કમ્બખ્તઓ, સમાહિચરણં ચ બોહિલાભો અ; સંપન્જઓ મહ એએ, તુહ નાહ પણામ કરણેણં – ૪ ભગવાનું તમને પ્રણામ કરવાથી દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય થાય અને બોધિલાભની પ્રાપ્તિ થઈ સમાધિમરણનો મને લાભ પ્રાપ્ત થાઓ. - ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406