________________
૩૬૪
શિક્ષામૃત
આ બધું સમજવા માટે સાચા સદ્ગુરુનો ભેટો થાય તો જ કંઈક મેળ પડે તેમ છે કે જે આ પદર્શનને જિનેશ્વરના અંગ તરીકે યથાર્થ સમજાવી શકે. કારણ કે તત્ત્વરૂપી જે સુધારસ ધારા છે તે ગુરુના અનુગ્રહ વગર કોઈ રીતે પી શકાતી નથી, યથાર્થપણે સમજાતી નથી.
આમ ચાવાક દર્શનને માનવાવાળા નાસ્તિક છે. નાસ્તિક છે તે પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. અનુમાનાદિ પ્રમાણોને માન્ય રાખતો નથી. છતાં પ્રત્યક્ષને માનતો થયો તો ક્યારેક બીજા પ્રમાણોને પણ માનતો થશે. જ્યાં સુધી જીવને કોઈપણ દર્શનનું જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જીવને ધર્મ ઉપર આસ્થા બેસતી નથી અને તે નાસ્તિક જેવો રહે છે. જ્ઞાન મેળવ્યા પછી તે તત્ત્વવિચાર કરી શકે છે, માટે નાસ્તિકમત - ચાવાર્ક દર્શનને ભગવાનની કૂખ ગણેલ છે – ૪
જેને જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે
અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધ ધરી સંગે રે, ૫૦ ૫ જિનેશ્વર ભગવાન દ્વારા ભાખેલ જૈનદર્શન બધાં દર્શનમાં, શરીરમાં મસ્તકની જેમ ઉત્તમ છે. અંતરંગ અને બહિરંગથી બધી રીતે બધાં દર્શનોમાં જૈન દર્શન ઉત્તમ છે. એ દર્શનનો પરિચય કરીને, સંગ કરીને શરીરનાં જુદાં જુદાં અંગો પર અક્ષરોની સ્થાપના કરીને, ધ્યાન કરનારા યાગીપુરુષો સાધના કરે છે.
આચાર્ય હરિભદ્રસૂરી કહે છે કે “વચનારાધનયા ખલુ ધર્મસ્ત બાધયાવધર્મ.”
એટલે કે “જિનેશ્વરના વચનની આરાધના-ગુરુના વચનની આરાધના એ જ ધર્મ છે અને વચનની વિરાધના કે બાધા કરવી તે અધર્મ છે.” જેનદર્શન આત્માને નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, બંદાભેદ સ્વરૂપે માને છે તે જ જૈનદર્શનની મૌલિકતા છે. એટલા માટે જ જૈનદર્શનને જિનેશ્વરનાં ઉત્તમ અંગરૂપ કહ્યું છે. - આત્મામાં અસ્તિ સ્વભાવ જ માનવામાં આવે અને નાસ્તિ સ્વભાવ ન માનવામાં આવે તો એકાંતે સત્ માનવાથી યોગાભ્યાસ નિરર્થક પુરવાર થશે. આમ થતાં વિશ્વમાં બધું એકાકાર થઈ જાય અને સંકર દોષ આવીને ઊભો રહે છે. માટે પદાર્થ માત્ર સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવની અપેક્ષાએ અતિ સ્વભાવે છે એટલે સત્ છે અને પરદ્રવ્ય, પક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વભાવ છે એટલે અસત્ છે. માટે સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસતુ પરિણામ રૂપ આત્મા માનવામાં આવે ત્યારે જ આરાધેલો મોક્ષમાર્ગ સફળ બને છે – ૫.
જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.. પ૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org