Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 390
________________ અન્ય પદો અને સ્તવનો : ૩૬૫ જૈનદર્શનમાં બધાય દર્શન સમાય છે, અને છયે દર્શનમાં જિનવરનાં દર્શનનો અંશ છે. જેમ કે સમુદ્રમાં બધી નદીઓ સમાયેલી છે. પણ બધી નદીઓમાં તેના મુખ આગળ સાગરનો અંશ હોય પણ ખરો અને ન પણ હોય. જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત ન થયું હોય, ત્યાં સુધી કોઈપણ સંપ્રદાય કે દર્શન મારફત જીવ અંશથી જૈનધર્મની આરાધના કરે છે, ત્યાર પછી સર્વાશે જૈનદર્શનની આરાધના પ્રાપ્ત થાય છે. - ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; મૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે, ષ૦ ૭. જિન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. આ વાત ભૂંગી અને ઇલિકાનું દષ્ટાંત આપી સમજાવી છે. જે કોઈ આત્મા નિજસ્વરૂપને સમજે તે જિનસ્વરૂપ થઈ શકે છે. જે કોઈ આત્મા મોક્ષમાર્ગે પુરુષાર્થ કરે તે પરમાત્મપદ પામી શકે છે. “માટીમાં ઈયળ ઉત્પન્ન થાય છે. તેને ભમરી ડંખ મારે છે. અર્થાત્ ચટકા મારે છે. તે ચટકાની મીઠાશને લીધે ઈયળ ભમરીના વિચારમાં તદાકાર થઈ જાય છે અને એમ ૧૨૧ દિવસ પસાર થતાં ઈયળ મટીને ભમરી બની જાય છે.” તે અહીં લાગુ પડે છે. તેવી જ રીતે આત્મા પરમાત્માના સ્વરૂપને સમજી લેવા રૂપ ચટકાને પ્રાપ્ત કરે તો તેમાં તદાકાર થઈને છેવટે તે પરમાત્મા બની જાય છે. - ૭ ચૂર્ણ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃતિ પરંપરા અનુભવ રે; સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવિ રે, પ૮ ૮ સત્ શ્રત (આગમ). ઉપરાંત જે ચૂર્ણ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ અને ગુરુ પરંપરાએ ચાલ્યો આવતો અનુભવ એ બધાય સમયપુરુષ એટલે કે આપ્ત પુરુષનાં અંગ છે, આમાંથી કોઈ કોઈને માને, કોઈને ન માને તો તે જીવો દુર્ભવિ જાણવા. ચૂર્ણિ - પ્રાકૃત ભાષામાં રચાયેલા હોય તે ભાષ્ય - નિયુક્તિના રહસ્યને જરા વિસ્તારથી સમજાવવાની પદ્ધતિ તે. સૂત્ર - મૂળ સૂત્ર - ગણધરો દ્વારા કહેવાયાં હોય તે. નિર્યુક્તિ - સૂત્રના શબ્દોને છુટા પાડીને સમજાવવાની પદ્ધતિ છે. સૂત્રની વિવેચના. વૃતિ - સંસ્કૃત ભાષામાં વિસ્તારથી સૂત્ર, નિર્યુકિત વગેરેના રહસ્યો જેમાં સમજાવ્યાં હોય તે વૃતિ અથવા ટીકા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406