Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 393
________________ ૩૬૮ શિક્ષામૃત કેવળજ્ઞાની ભગવંતો કહે છે કે “ક્રોધ કરવાથી આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. જે હેત પ્રેમની હાની-નાશ કરે છે માટે તેને ઓળખીને ક્રોધને છોડવો. - ૫ - ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહીકાયા કરજો નિર્મળી, ઉપશમરસ નાહી, કડવાં) ૭ શ્રી ઉદયરત્નજી કહે છે કે ક્રોધને તમારી અંદરથી પકડીને બહાર કાઢી નાખજો. જેથી ઉપશમરસના ઉપયોગથી પોતાની કાયા નિર્મળ થઈ જશે. - ક (૨) માનની સક્ઝાય રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમક્તિ પાવે રે.. રે જીવ. ૧ : " હે જીવ! તું માન-અભિમાન કરતો નહીં કારણ કે અભિમાન કરવાથી વિનય-આવતો નથી અને વિનય ન હોય તો વિદ્યા પરિણમે નહીં, જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. જો જ્ઞાનની સમજણ નહીં આવે તો સમ્યકત્વ કેમ પ્રાપ્ત થશે ? ક્રોધ ઓળખી શકાય છે, પણ માન જલદી પકડમાં આવતું નથી. અંદર જ ખળભળાટ કરાવ્યા કરે છે. - ૧ સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિત્રવિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે.... રે જીવ... ૨ જો સમ્યક્દર્શન પ્રાપ્ત નહીં થાય તો, ચારિત્ર એટલે આત્મરણતા પ્રાપ્ત નહીં થાય અને જ્યાં સુધી આત્મરણતારૂપ ચારિત્ર નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી મુક્તિ પણ મળશે નહીં. આ મુક્તિનું સુખ શાશ્વતું છે. એટલે ત્રણે કાળ પછી એ જ સ્થિતિ રહે છે. સાદિ અનંતકાળ એ જ સ્થિતિ રહે છે. તે મેળવવા માટેની જુક્તિ-યુક્તિ (ગુરુગમ) કેમ મેળવવી ? તે મળે તો જ આ મુક્તિની સ્થિતિ પ્રાપ્ત થાય. - ૨ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગલી, પ્રાણી જો જો વિચારી રે, રે જીવ.. ૩ સંસારમાં વિનય એ જ મુખ્ય ગુણ છે. બીજા બધા ગુણ પ્રાપ્ત કરવા માટે, પાત્રતા થવા વિનય જરૂરી છે. જો અંદરમાં માન ઊભું થાય તો ગુણ હોય તો પણ નાશ પામી જાય. આનો વિચાર એ પ્રકા તર્મ કરી જો જો. - ૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે, દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે, રે જીવ. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406