Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 391
________________ ૩૬૬ શિક્ષામૃત પરંપરા અનુભવ - જે ગુરુ પરંપરાથી ચાલ્યું આવે તેને અનુભવ કહેવાય. આ છ સમય પુરુષનાં (આપ્તપુરુષનાં) અંગો છે. તેનાથી એકનો પણ છેદ કરવો (ઉડાડી દેવું) તે પણ દોષનું કારણ છે એટલે તે જીવ દુર્ભવિ બની જાય છે. - ૮ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર ન્યાસ, અરથ વિનિયોગે રે, જે ધ્યાવે તે નવિ વંચજે, ક્રિયા અવંચક ભોગે રે, પ૦ ૯ યોગ સાધવામાં મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ, અને વિનિયોગ યથાર્થ રીતે કરીને જે ધ્યાતા ધ્યાન કરે છે, તે આત્મા છેતરાતો નથી, તેની ક્રિયા પણ છેતરામણી હોતી નથી. જેમ ઉપરની આઠમી ગાથામાં સમય પુરુષનાં છ અંગ કહ્યાં તેમ આ ગાથામાં યોગનાં અથવા ધ્યાનનાં છ અંગો કહે છે. ૧. મુદ્રા ૨. બીજ ૩. ધારણા ૪. અક્ષર ન્યાસ પ. અર્થ ૬. વિનિયોગ. જે કાંઈપણ બોલીએ તેના અર્થની સમ્યક વિચારણા કરવી જેથી ક્રિયામાં ઉલ્લાસ પ્રગટે અને જે વસ્તુ પોતાને પ્રાપ્ત થાય તેનો બીજા સુપાત્ર જીવોમાં વિનિયોગ કરવો. આમ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર ન્યાસ, અર્થ અને વિનિયોગ કરી જે કોઈ સાધક . જિનેશ્વરને ધ્યાવે તે પોતાના જીવનને સાર્થક કરે છે. આ રીતે વિધિપૂર્વક ક્રિયા કરવાથી અવંચક યોગની પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માને છેતરાવાપણું રહેતું નથી. અવચંક યોગ વડે કરવામાં આવતી ક્રિયા પણ અવંચક થાય. ક્રિયા અવંચક થવાથી તેનું ફળ પણ અવંચક જ મળે એટલે કે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. - ૯ શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધિ ન મિલે રે; ક્રિયા કરી નવિ સાવિ શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે, ષ૮ ૧૦ હું આગમ અનુસાર વિચારું છું તો મને તેમાં સુગુરુ તથા તેની વિધિની પ્રાપ્તિ થતી નથી. માત્ર ક્રિયા કરવાથી જ કાંઈ સાધ્ય થતું નથી. આ વિષવાદ-કલેશ બધા ઠેકાણે જોવામાં આવે છે. જો આ માર્ગમાં અનુભવી ન મળે તો સ્વચ્છેદ ક્રિયા કરવાથી કાંઈ સાધ્ય થતું નથી. સદ્ગુરુનાં લક્ષણો. ગુણો વર્ણવેલા છે તેવા સદ્ગુરુનો યોગ મળતો નથી અને સદ્ગુરુના યોગ વગર એકલી ક્રિયાઓ કરવાથી કશું સાધ્ય થતું નથી. - ૧૦ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે, પ0 ૧૧ હે ભગવાન! તે માટે બે હાથ જોડીને આપ જિનવરની પાસે વિનંતી કરીએ છીએ કે સમય એટલે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા ગીતાર્થ જ્ઞાનીના ચરણની શુદ્ધ સેવા અમને આપો કે જેથી આનંદઘન એટલે મોક્ષનું સુખ અમે પામીએ. - ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406