________________
૩૩ ૨
શિક્ષામૃત
૧૦. શ્રી નમિનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી ષ દરિશણ જિનઅંગ ભણીને, ન્યાસષડંગ જો સાધે રે;
નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટુ દરિશન આરાધે રે, ષ૮ ૧ છયે દર્શન શ્રી જિનેશ્વર પ્રભુના છ અંગરૂપે છે એમ (ન્યાસ) ગોઠવણ કરીને છયે દર્શનની આરાધના કરનારા શ્રી નમિ જિનેશ્વરના ચરણોની ઉપાસના કરનાર છયે દર્શનનો આરાધક બની જાય છે.
સાંખ્ય અને વેદાંત દર્શન દ્રવ્યાર્થિક દૃષ્ટિને જ માન્ય રાખે છે. બૌદ્ધ દર્શન માત્ર પર્યાયદૃષ્ટિને જ માન્ય રાખે છે, ચાર્વાક દર્શને આત્માના અસ્તિત્વને જ સ્વીકારતું નથી. નૈયાયિક વેશેષિક વિ. દર્શનો એકાંત નૈગમ દૃષ્ટિથી ઉદ્ભવેલાં દર્શનો છે. જ્યારે જૈન દર્શન દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, નૈગમ નય વિગેરે બધા નયોની માન્યતા સાક્ષીપણે માન્ય રાખે છે. તેથી તે સર્વાંગિક દર્શન છે.
સાંખ્ય દર્શન, યોગ દર્શન, બૌદ્ધ દર્શન, મીમાંસક દર્શન, ચાર્વાક દર્શન અને જૈનદર્શન એ છયે દર્શનો જિનેશ્વર ભગવાનનાં અંગસ્વરૂપે છે. તેથી જો જિનેશ્વર ભગવાનનાં છ અંગોમાં છયે દર્શનોનો ન્યાર્ અર્થાત્ સ્થાપના કરવામાં આવે તો છયે દર્શન જિનેશ્વરના અંગરૂપે જણાશે. તેથી આ છયે દર્શનો જિનેશ્વરના અંગરૂપ છે માટે નમિ જિનવરના ચરણ ઉપાસકને છયે દર્શનોનો આરાધક જાણવો. - ૧
જિન સુર પાદ૫ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદ રે;
આતમ સત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે, પદ્ગ ૨ જૈનદર્શનના બે પાદ-પગ વખાણવા લાયક કયા? તો કહે છે કે એક સાંખ્ય દર્શન અને બીજુ યોગ-દર્શન કારણ કે આત્મસત્તાનું વિવરણ આ બન્નેમાં જૈન દર્શનને અનુરૂપ કરેલ છે. માટે આ બે અંગને જૈન દર્શનના અંગ ખેદરહિતપણે જાણવા.
જૈન દર્શન છે તેનાં સાંખ્ય અને યોગ એ બન્ને પગ છે એમ જાણો. સાંખ્ય અને યોગ એ બન્ને આત્મા હોવાનું માને છે તેમજ પ્રત્યેક શરીરે ભિન્ન આત્મા માને છે. સાંખ્યો આત્મસત્તાનું વિવરણ કરતાં આત્માને અકર્તા અને અભોક્તા માને છે, જ્યારે જૈન દર્શન શુદ્ધ નયની અપેક્ષાએ અકર્તા અને વ્યવહાર નયે કર્તા અને ભોક્તા માને છે. સાંખ્ય આત્માને માત્ર સાક્ષીભાવે માને છે. રાગદ્વેષને પ્રકૃતિના ધર્મો માને છે. જ્યારે જૈનદર્શન રાગદ્વેષાદિને આત્માના વિકારી ભાવો માને છે અને આત્માને શુદ્ધ અપેક્ષાએ સાક્ષી પણ માને છે.
બન્ને દર્શનોને જિનેશ્વરના પગરૂપ કહ્યા છે. બે પગ છે તો ઊભા રહી શકાય છે, ચાલવું હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org