Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 385
________________ શિક્ષામૃત બંને મળી જઈએ તો એક સમાન થઈ જવાય. પણ હે ભગવાન ! હું તો મોહરૂપી ફંદમાં પડ્યો છું. માહમાં ફસાયેલો છું. જ્યારે તું તો વીતરાગ દેવ છો અને કર્મમાં નવા બંધ ન પડે તેવી સ્થિતિવાળો છે. - ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જિનેસર જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય, જિનેસર ધર્મ૩ ભગવાન આત્મા મુખ આગળ જ પ્રગટ છે. પોતાનો ભંડાર અંદર જ પડેલ છે. માટે તેને પ્રાપ્ત કરો. જો તેની પ્રાપ્તિ થઈ જાય તો જન્મમરણના ફેરા ટળી જાય. જગતને ઉલ્લંઘી જાય મોક્ષે ચાલ્યો જાય. પણ ભગવાનરૂપી આત્માની જ્યોતિ પ્રગટવી જોઈએ. નહિતર પછી આંધળાની પાછળ આંધળો જાય તેવી સ્થિતિ થાય - ૬ નિર્મલ ગુણ મણિ રોહણ ભુધરા, મુનિજન માનસ હંસ, જિનેસર ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેસર ધર્મ૭. હે ભુધર ! રોહણાચળ પર્વતમાં થતાં નિર્મળ મણિ જેવા આપ ગુણવાન છો. મુનિઓને મન તો આપ માન સરોવરમાં વિહરતા હંસ સમાન છો. હે ભગવાન ! આપની જન્મભૂમિ-નગરી ધન્ય છે. આપના જન્મ સમયની એ ઘડીને ધન્ય છે. આપનાં માતા-પિતા તથા તે વંશને પણ ધન્ય છે કે જ્યાં આપ જેવા મહાત્માનો જન્મ થયો અને જગત દિવાકર થયા. ૭ મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિનેસર ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ, જિનેસર ધર્મ, ૮ આનંદઘનરૂપ જેનું ઘન સ્વરૂપ છે એવા હે ભગવાન ! આપ મારી એક અરજ સાંભળો. મારા મનરૂપી ભમરો બે હાથ જોડીને આપને વિનંતી કરે છે કે મને આપના ચરણકમળમાં તદ્દન નજીકનું સ્થાન આપો. ૮ ૯. શ્રી શાંતિનાથ જિનસ્તવન - શ્રી યશોવિજયજી હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ટેક) (૨) વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુણ ગાનમેં. હમ ૧ અમે ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈએ છીએ. અમે અચિરાસુત-અચિરા દેવીના પુત્ર એવા ભગવાન શાંતિનાથના ગુણોની અનુમોદના કરતાં કરતાં અમારાં તન, મનની દુવિધા - સંસારના તાપ વિસરી ગયા છીએ - ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406