Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 384
________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૯ ૮. શ્રી ધર્મનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી ધર્મ જિનેસર ગાઉં રંગ, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત, જિનેસર ધર્મ૧ હે ભગવાન ! શ્રી ધર્મનાથ જિનેશ્વર ! હું તારી ભક્તિ રંગથી કરું છું. તેમાં મારી પ્રીતિઅનુરાગ રહેલો છે તેમાં ભંગ ન પડે તેવું માગું છું. હું હવે મારા મનરૂપી મંદિરમાં બીજા કોઈ દેવને ધારણ કરીશ નહીં, એ અમારા ભક્તોના કુળની રીત છે. બીજા કોઈ હવે અમારા મનમાં વસી શકે તેમ નથી. - ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેસર. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર. ધર્મ૨ આ દુનિયાના બધા લોકો અમે ધર્મ કરીએ છીએ એમ માનીને ફર્યા કરે છે, પણ ધર્મનો મર્મ રહસ્ય શું છે તેની તેમને જાણ નથી. સાચી વાત તો એ છે કે હે ભગવાન ! જો તારા ચરણમાં રહ્યા હોય અને મર્મ જાણતા હોય તો નવા કર્મનું બંધન થાય નહીં અને એ જ સાચો ધર્મ છે. - ૨ પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; જિનેસર. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેસર. ધર્મ, ૩ જો સદ્ગુરુ અનુગ્રહ કરીને પ્રવચનરૂપી અંજનશલાકા વડે અંજન કરે તો જીવો પોતાના આત્મ સંપત્તિરૂપ ઉત્કૃષ્ટ ભંડારને પ્રાપ્ત થાય અને પોતાના હૃદયમાં ભગવાન આત્માને - પરમાત્માને નિહાળે, અનુભવે, જેનો મહિમા મેરૂ પર્વત કરતાં પણ અનેક ઘણો વધારે છે. - ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિનેસર . પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ, જિનેસર ધર્મ ૪ હે ભગવાન ! મનની દોડવાની જેટલી શક્તિ છે તે બધી જ શક્તિ લગાડીને ધર્મ પામવા માટે આખા જગતમાં ફરી વળ્યો, પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. પણ હે ભાઈ ! એ તો તારી પાસે જ છે. તું શા માટે બહાર દોડ્યા કરે છે. તેને શોધવા માટે ગુરુગમ-ગુરુની કૃપા પ્રાપ્ત કરે તો તે તને તારી અંદર જ બેઠેલા દેખાશે. આત્મા-ભગવાનનાં દર્શન થશે. ૪ એક પછી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સંધિ, જિનેસર હું રાગી, હું મોહે હૃદયો, તું નિરાગી નિરબંધ, જિનેસર ધર્મ૫ એક પક્ષીય પ્રીતિ-અનુરાગ કે પ્રેમ કેમ ઠેકાણે પડે ! જેમ એક પૈડાથી ગાડી ચાલે નહીં તેમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406