________________
અન્ય પદો અને સ્તવનો :
૩૫૭
રોહણગિરિ પર્વત છે એ જેમ રત્નોની ખાણથી ભરપૂર છે તેમ આ મનુષ્ય દેહ છે જે આ બધા ગુણો આત્મરૂપી રત્ન મેળવવાની ખાણ છે. આવું માહાભ્ય મનુષ્યદેહનું સાંભળીને ઇન્દ્રને પણ શંકા થઈ કે આટલું મહત્ત્વ મનુષ્યદેહનું ન હોવું જોઈએ ? પણ સાચી સ્થિતિ એ છે કે આ આમ જ છે - પ.
કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શીતલ જિંહા છાયા રે;
ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે. પૂરવ. ૭ કલ્પવૃક્ષ સમાન આંતરિક રમણતારૂપ શીતળ છાયા જ્યાં મળે છે એવો આ મનુષ્ય દેહ છે. કર્મભૂમિમાં જ પુરુષાર્થ થઈ શકે છે. ચારિત્ર અને ગુણો ધારણ કરવા માટે મહામુનિ, જેમ ભમરો સુગંધમાં માહાય છે તેમ મહામુનિ-સાધક મોક્ષે જવા માટે લોભાયમાન થાય છે. એટલે કે તે સ્થિતિ પ્રાપ્ત કરવા તૈયાર થાય છે - ૬
યા તન વિણ તિહું કાલ કહો કિમ, સાચા સુખ નિપજાયા રે;
અવસર પાય ન ચૂક ચિદાનંદ, સગુરુ યું દરસાયા રે. પૂરવ૦ ૭ આ મનુષ્ય શરીર વિના ત્રણે કાળમાં કોણે મોક્ષનું સુખ પ્રાપ્ત કર્યું છે ? કોઈએ પણ નહીં ! માટે હે ચિદાનંદ ! આ અવસર તને પ્રાપ્ત થયો છે માટે તું ગુમાવ નહીં એમ સદ્ગુરુએ કહ્યું છે.
૭. શ્રી વિમળનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી કૃત દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ.
વિમલ જિન, દીઠા લોયણ આજ, મારા સીધ્યાં વાંછિત કાજ. - ૧ હ ભગવાન ! મારાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર ચાલ્યાં ગયાં કારણ કે આત્મ-ભગવાનનાં મને દર્શન થયાં. મને સદેહ મોક્ષ સુખ ભોગવવાની સકળ સિદ્ધિ સાંપડી કારણ કે મારા માથે ધીંગ મહાત્મા એવા આપને ધારણ કર્યા છે. અને તેથી કોઈથી પણ હવે ભય રહ્યો નથી. ભૂત વિગેરેથી પણ ભય ન પામું એવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. તે વિમળનાથ ભગવાન આપના જેવી આંતરદૃષ્ટિ મને પ્રાપ્ત થઈ છે. તેથી આ જિંદગીમાં મારી જે કાર્ય સિદ્ધ કરવાની ઇચ્છા હતી તે પૂર્ણ થઈ છે – ૧
ચરણ કમલ કમલા વસે રે, નિર્મળ થિર પદ દેખ;
સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિમલ૦ ૨ હે ભગવાન ! આપના ચરણકમળમાં લક્ષ્મી આવીને વસેલ છે. કારણ કે આપના ચરણોમાં રહેવાનું સ્થાન નિર્મળ અને સ્થિર છે. બાકીના બીજા બધા પદ મળવાળા - કષાયથી ભરેલા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org