Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 380
________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૫ પૂર્ણ બ્રહ્મદેવ પણ એ રસને ઇચ્છી રહ્યા છે. એની સાથે બીજી કોઈ વસ્તુને સરખાવી ન શકાય એવો આ રસ છે અને જગતનું જીવન પણ એ જ છે અને મહાપુરુષો-જ્ઞાનીઓ માટે તો એ એવા સમાન છે. - ૩. કોટી જગનને જપ તપ તીરથ, તોએ તુલ્ય ન આવે રે; પૃથ્વી પાત્રને મુક્તા ભરીયું, એથી અધિક પાવે રે. નામ૪ કોટી યજ્ઞો કરો, જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો તો પણ એની સરખામણી આ ‘સુધારસ’ સાથે ન થઈ શકે. કારણ કે એ તો એનાથી પણ મહત્તાવાળી વાત છે. આખી પૃથ્વીને પાત્ર ગણી તેને સાચા મોતીથી ભરવામાં આવે તો પણ આ “સુધારસની કિંમત સામે તે નહીંવત્ છે. તેની સરખામણી જ ન થઈ શકે એવી આ ચીજ છે – ૪ નામ સમોવડ કોઈ ન આવે, અમુલ્ય વસ્તુ એવી રે; સદ્ગુરુ સ્વામી કૃપા કરે તો, ત્યાંથી મળે તેવી રે. નામ ૫ આ “સુધારસની સરખામણી કોઈની સાથે ન થઈ શકે એવી વાત છે. આ ખૂબ જ અમુલ્ય વસ્તુ છે. મેળવવી દુર્લભ છે પણ જો સદ્ગુરુ સ્વામીની કૃપા થાય તો તેઓની પાસેથી જ આ પ્રાપ્ત થાય તેમ છે. ૫ દુર્લભ દીઠોને મહારસ મીઠો, સ્વાદ કહ્યો નવ જાયે રે; નીરાંત નામ સુધારસ પીતાં, હરિ સરખો થઈ જાવે રે... નામ ૭ આ રસને પ્રાપ્ત કરવો એ દુર્લભ વાત છે. વળી તેની મીઠાશ ખૂબ જ છે. પણ તેનો સ્વાદ કહી શકાય તેમ નથી. તેનો આસ્વાદ લઈ શકાય. પણ બોલીને બતાવી શકાય નહીં. નીરાંત ભગત કહે છે કે આ અમૂલ્ય વાત પ્રાપ્ત થાય અને એ પ્રમાણે એનું પાન કરે તો તે હરિ સમાન પરમાત્મા જેવો બની જાય - ૬ ૬. ચિદાનંદજી કૃત પદ પૂરવ પુણ્ય ઉદય કરી ચેતન, નીકા નરભવ પાયા રે (૨) દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે; દશ દષ્ટાંતે દોહિલા નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂરવ૦ ૧ હે ચેતન ! પૂર્વે ઘણાં ઘણાં પુણ્ય ભેગાં કર્યા હશે તેના ઉદયરૂપે આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. દીનાનાથ, નિષ્કારણ કરુણાસાગર, દયાના ભંડાર એવા ભગવાને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો તે બહુ જ દુર્લભ બતાવ્યો છે. આને માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રની અંદર દશ દષ્ટાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406