________________
૩૫૪
શિક્ષામૃત
આવો સાધક પછી પોતાના આત્મસ્વરૂપમાં જ મસ્ત થઈને રહે છે. જેવી રીતે ઘડો પાણીમાં નાખ્યો હોય તો તે મહાજળ-સમુદ્રમય થઈ જાય છે તેમ તે ભગવાન આત્મામય થઈને રહે છે. હવે ભગવાન પોતાનામાં છે અને પોતે ભગવાનમાં છે. તેના સિવાય તેને હવે બીજું કાંઈ દેખાતું નથી.
જેમ સરિતા સાગરમાં જઈ ભળે, તેનું નામ નદી ટળી જાય. હરિ.
કહે પ્રીતમ સદ્ગુરુ સેવતા, ટળે અંતર એકરસ થાય. હરિ. ૫ જે નદી સાગરમાં જઈને મળી જાય પછી તે નદી તરીકે ઓળખાતી નથી, તેમ આત્મા પરમાત્મા થઈ જાય, પછી તે જીવ તરીકે ઓળખાતો નથી. સંત પ્રીતમ કહે છે કે સદ્ગુરુના ચરણમાં - આશ્રમમાં રહી તેની આજ્ઞા પ્રમાણે ચાલવામાં આવે તો બન્ને વચ્ચેનું અંતર ટળી જાય, એટલે સદ્ગુરુ અને શિષ્ય એકરૂપ થઈ જાય.
૫. નીરાંત ભગતનું પદ નામ સુધારસ સાર સરવમાં, પરખી પ્રેમેસુ પીધો રે. (ટેક)
ભૂતળ પતિપદ તેને ન ભાવે, લહાવો નૌતમ લીધો રે. નામ- ૧ આ નીરાંત ભગત અભણ હતા. આપણે આપણી જાતને ભણેલા માનીએ છીએ. પણ આ ભગત અભણ હતા છતાં મોક્ષે કેમ જવું તેનું જ્ઞાન તેઓની પાસે હતું. તે કેવી રીતે કહે છે તે સાંભળીએ .
બધી જ વસ્તુમાં સારરૂપ વસ્તુ જો કોઈ હોય તો તે “સુધારસ” છે. તેની બરાબર ઓળખાણ કરીને જેણે પ્રેમથી પુરુષાર્થ વડે તેનું પાન કર્યું છે, તથા જેને આ રસની પ્રાપ્તિ થઈ હોય પછી તેને આખી પૃથ્વીનો રાજા બનાવવામાં આવે તો પણ તેમાં ગમવાપણું ન થાય. અત્યાર સુધીની રખડપટ્ટીમાં જ નહોતું મળ્યું તે મને પ્રાપ્ત થયું છે. તેની પાસે બીજું બધું નકામું–કિંમત વગરનું છે, એવી તેને સમજ આવી જાય છે. આ
એ રસ મોઘે મૂલે મળે નહીં, વૈકુંઠ નાથને વહાલો રે;
અજ ઉમિયાપતિ ઇચ્છક એનાં, અદ્વૈત પદનો પ્યાલો રે. નામ. ૨ આ રસ અઢળક ધન પૈસા આપીને પણ મળે તેવો નથી. તેની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. આ રસ પરમાત્મા (વિષ્ણુને) પણ ગમવારૂપ છે. અજ-ભગવાન ઉમિયાપતિ શંકર પણ એને મેળવવા ઇચ્છે છે. કારણ કે અદ્વૈત પદ મેળવવા માટેનો એ રસ્તો છે. વૈતભાવ એટલે શરીર અને આત્મા બન્ને ભેગા હોય તે. અદ્વૈતપણું એટલે માત્ર આત્મા-પરમાત્મામય સ્થિતિ. -૨
પુરણ બ્રહ્મ એ રસને પ્રીછે, નથી સમોવડ એવો રે; જગતનું જીવન એને રે કહીએ, મહા વિરલાનો મેવો રે. નામ, ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org