________________
અન્ય પદો અને સ્તવનો :
૩૫૩
તે બ્રહ્મરૂપ-પરમાત્મારૂપ બની જાય. જો તે આ શરીરરૂપી બ્રહ્માંડથી પર થાય તો “હંસ” થઈ જાય એટલે પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લે. એવી આ રામરસની મહત્તા છે.
મરજીવા તે મહારસ માણે, તેથી નહીં કોઈ બડે;
જન છોટમ એવા જન મળતાં, ભાગ્ય ભલા ઊઘડે.. ૪ જે મરજીવા હોય, એટલે કે સાધના કરવા માટે જેની અદ્ભુત યોગ્યતા હોય અને પુરુષાર્થ કરવા માટેની તીવ્રતા હોય તે જ આ મહારસનું યથાર્થ પાન કરી શકે અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે. આ જગતમાં એનાથી કોઈ મોટું નથી. શ્રી છોટમ કહે છે કે આવા મહાત્માની પ્રાપ્તિ થાય તો આપણું ભાગ્ય ખૂલી જાય અને સંસારથી પાર ઊતરી જવાય. - ૪
૪. પ્રીતમનું પદ સદ્ગુરુના તે શબ્દ વિચારતાં, માટે મોહમાયાને વિકાર, હરિરસ પીજીએ (ટેક)
બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે પ્રેમ અપાર - હરિ ૧ સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ વચન ઉપર વિચાર કરવામાં આવે તો માયા અને મોહના વિકાર જે થયા કરે છે, તેનો નાશ થાય માટે હરિરસનું પાન કરો. આ હરિરસ એવો છે કે તે બધા જ પ્રકારની સંસારની વાસનાઓને બાળી નાખે છે, ક્ષય કરી નાખે છે અને હૃદયમાં ભગવાન આત્મા માટે અપાર પ્રેમ પ્રગટાવે એવો છે. - ૧
એવો અજર અમી રસ જે પીએ, તેનાં નેણા વેણા પલટાય.. હરિ.
લાગી બ્રહ્મ ખુમારી ન ઊતરે, સુખ મુખે કહ્યું નવ જાય.. હરિ. ૨ એવો અજર કરે તેવા અમીરસનું જે પાન કરે તેની દૃષ્ટિ અને વચનો બદલાઈ જાય. બ્રહ્મના-આત્માના અનુભવને કારણે ઉત્પન્ન થયેલી ખુમારી છે તે પછી ક્યારેય જતી રહેતી નથી. તેનાથી પ્રાપ્ત થયેલ સુખની વાત મુખ વડે કહી શકાતી નથી. તે તો ફક્ત અનુભવી શકાય... ૨
તેને સંભવ નહીં રે શરીરનો, થયો આતમ દષ્ટ ઉઘાડ. હરિ.
મરજીવા થઈ હરિને મળે, ગાળે જ્ઞાન હિમાળે હાડે. હરિ. ૩ જેને આત્માના અનુભવરૂપી સુખ પ્રાપ્ત થયું છે, તેને પછી ભવભ્રમણ કરવાનું રહેતું નથી. જેમ મરજીવો સાચા મોતી પ્રાપ્ત કરવા સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લઈ આવે છે તેમ આવો મરજીવા જેવો સાધક જ હરિની પ્રાપ્તિ - આત્માની પ્રાપ્તિ કરી શકે છે અને પછી જ્ઞાનરૂપી હિમાલયમાં જે પોતાને કાશ્મણ વર્ગણા રૂપે શરીર પ્રાપ્ત થયું છે તેનો નાશ કરી નાખે છે. - ૩
બ્રહ્મધ્યાને ગગનવત્ થે રહે, જેમ કુંભ મહાજળ માંય. હરિ. કૃષ્ણ પોતામાં પોતે શ્રીકૃષ્ણમાં, કૃષ્ણ વિના ન દીસે કાંય. હરિ. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org