________________
અન્ય પદો અને સ્તવનો :
૩૫૧
થવી જોઈએ. અન્ય પદાર્થનું ફક્ત જ્ઞાન કરવાથી જ્ઞાન ગુણ પ્રગટ થતો નથી. આમ જુદા જુદા ગુણ લક્ષણ વડે આત્માનો અનુભવ કરીને પોતાનું જે અલક્ષરૂપ-સ્વરૂપ છે; ભગવાન આત્માનું પકડાય, લક્ષ અને અલક્ષનો પંથ તે મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથનો ચલાવેલો છે. લક્ષ એટલે સંસારી પદાર્થો જે દેખાય છે તે અને અલક્ષ એટલે અરૂપી એવો આત્મા. - ૭
લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે ?
કોઈ સંત વિરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે. મોહની. ૮
જ્યાં સુધી પોતાના નિર્મળ આત્માનું નિત્ય લક્ષ રહ્યા કરે ત્યાં સુધી નવા કર્મનું બંધન થતું નથી; કારણ આ વખતે વિભાવ પરિણતિનો અભાવ છે, તેથી બંધ ન થાય. તેથી કર્મનો ડાઘ કેમ લાગે ? ન જ લાગે. આ વાતને કોઈ સંત વિરલા સાનમાં સમજી જશે અને પોતાનું જે સહજ સ્વરૂપ છે, તે સ્થિતિની પ્રાપ્તિ થશે. ૮
૨. શ્રી આનંદઘન પદ
જીય જાને મેરી સફલ ઘરીરી (૨)
સુત, વનિતા, યૌવન ધન માતો, ગર્ભતણી વેદના વિસરીરી – ૧
આ જીવ પોતે પોતાનું જીવન ધન્ય છે એમ માને છે. કોઈ જીવ એવો નથી કે જે મનથી પોતાને મુરખ માનતો હોય. આ જીવ પુત્ર, સ્ત્રી, યુવાની અને ધનમાં મસ્ત થઈને મહાલી રહ્યો છે અને જન્મ પહેલાં જે ગર્ભની વેદના ભોગવી હતી તેને ભૂલી ગયો છે. - ૧
=
સુપનકો રાજ સાચ કરી માચત, રાચત છાંહદે ગગન બદરીરી;
આઈ અચાનક કાલ તોપચી, ગહેગો જ્યું નાહર બકરીરી... ૨
જે સંસાર પ્રાપ્ત થયો છે, તે સ્વપ્નના રાજ જેવું છે, પણ તેને સાચું માનીને તેમાં રાચી રહ્યો છે, એમાં જ રમણતા કરી રહ્યો છે. આ સંસારનું સુખ તો આકાશમાં ચડી આવેલી વાદળીથી પ્રાપ્ત થતી છાયા જેવું છે. વાદળીનો છાયો કાંઈ કાયમ જ્યાં ને ત્યાં રહેતો નથી. માંડ હાશ કરીને મુસાફર બેસે ત્યાં તો છાંયો હટી જાય છે અને તડકો લાગવા માંડે છે. જેમ નાર નામનું પ્રાણી બકરીને ગળેથી પકડીને ખેંચી જાય છે તેમ કાળરૂપી જમ આવીને આત્માને આ શરીરમાંથી લઈ જશે. - ૨
Jain Education International
અજ હુ ચેત કછું ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરીરી; આનંદઘન હીરો જન છારત; નર મોહ્યો માયા કકરીરી... ૩
માટે હે ચેતન તું ચેતી જા. અત્યારે જ ચેતી જા. કેમ ચેતી જતો નથી ? પણ તું તો હારિલ
For Personal & Private Use Only
www.jainelibrary.org