________________
૩૫૦
શિક્ષામૃત
પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે,
ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમરસપાનથી કાજ સીઝે. મોહની. ૩ બીજાનો અધ્યાસ થઈ ગયો છે, દેહાધ્યાસ થઈ ગયેલો છે માટે દેહને પોતાનાથી જુદો સમજો. અનુરાગ વડે પોતાના સ્વરૂપને ઓળખીએ. જ્ઞાનગુરુ પાસેથી બોધિ બીજનું જ્ઞાન મેળવવાની રીત મેળવ અને તે પ્રમાણે ઉત્કૃષ્ટ રસપાન કરવાથી પોતાનું ધ્યેય પ્રાપ્ત થઈ જાય એટલે કે આત્મઅનુભવ થઈ જાય. - ૩
તું નહીં પુગલી, દેહ પુલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહીં રૂપ તારું,
પુદ્ગલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું. મોહની. ૪ તું પુદ્ગલી પદાર્થ નથી, દેહ પુદ્ગલ પદાર્થમાંથી સદા બને છે. જે આ પ્રગટ રૂ૫ શરીર દેખાય છે તે તો જડ છે, તે તું નથી. આ પુગલના પ્રપંચમાં રચ્યોપચ્યો રહીને પોતે કોણ છે તેનું ભાન તને રહ્યું નથી. અન્ય રૂપ છે તેને તું મારું માની રહ્યો છે. માટે તારું સાચું રૂપ કયું છે તેની શોધ કર. - ૪
સર્વવ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાનગુણ લક્ષણે ભિન્ન ભાસે;
શુદ્ધ ઉપયોગી તું ચિત્ત ચૈતન્યઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાચે... મોહની. ૫ સાક્ષી-દ્રષ્ટાપણે તે સર્વવ્યાપકપણે રહેલો છે, પણ જ્ઞાનગુણપ્રગટતાં તે બધા જ ભિન્ન ભિન્ન ભાસશે. આત્મા અને પર ભિન્ન ભાસશે. તું શુદ્ધ ઉપયોગવાળો ચૈતન્યઘનરૂપ છે. તારી અંદર જ ભગવાન આત્મા ચૈતન્યરૂપે દેખાશે. આ તારું અચલ, અવિનાશીરૂપ છે તેનો નાશ કેવી રીતે થાય ?
થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહીં જ્ઞાન તું જ શેય ભાવે,
જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દર૫ણ વિશે તેમ થાવ. મોહની. ૭ જે કાંઈ યરૂપે તારી સામે આવે છે, તેનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, પણ તે શેયરૂપે તું નથી. જેમ પાણીનાં પાત્રો ભરેલાં હોય તો તેમાં સૂર્યના પ્રતિબિંબરૂપ ભાસ તેમાં થાય છે, તેવી જ રીતે દર્પણમાં પ્રતિબિંબ પડે છે તે જોય છે. આત્મા શેયરૂપ નથી તે તો આ બધાને જાણવાવાળો
સર્વને જાણ તે જાણ રૂપ તારું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે;
એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખરૂપ આપનું લક્ષ લાવે. મોહની. ૭ બધાને જાણવાની વાત સાચી પણ જાણપણું થાય તેનાથી તને તારા રૂપની-સ્વરૂપની પ્રાપ્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org