________________
અન્ય પદો અને સ્તવનો :
૩૪૯
વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧. મોહની નિંદમાં
(પૂ. શ્રી કાળિદાસભાઈ કૃત) મોહની નિંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહીં, સુપનનાં સુખ તણો લહાવો લીધો. મોહની. ૧ હે ભવ્ય ! મોહરૂપી નિદ્રામાં ક્યાં સુધી સૂઈ રહેવું છે ? ઊઠો, પુરુષાર્થ કરવાનો સમય મળ્યો છે. અત્યાર સુધી રખડ્યા છીએ. અનંતા કાળ ભમતાં ભમતાં કાળને વ્યર્થ ગુમાવી દીધો છે. પોતાના સ્વરૂપનાં દર્શન કરવા માટે દિવ્યનેત્રો ખોલ્યાં નથી અને સ્વપ્નના સુખ સમાન સંસારનાં સુખોમાં જ રચ્યોપચ્યો રહ્યો છે. “ભિખારીના ખેદની કથામાં આવે છે તેમ સ્વપ્નમાં જ રાચી રહ્યો છે.” - ૧
વસ્તુસ્થિતિ સમજનું છાણું વાયુ ભલું, શુદ્ધ સમકિતનો ભાનુ ભાસે,
નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વ અહંકાર નાશે. મોહની. ૨ - વસ્તુસ્થિતિનું સમજણરૂપી પ્રભાત થયું અને તેથી શુદ્ધ સમ્યકત્વરૂપી સૂર્યની પ્રાપ્તિ થઈ છે. પાતાનું સ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ જ્ઞાનમાં જ્યાં પ્રગટી જાય, ત્યાં પછી મિથ્યાત્વમોહ અને અહંકારનો નાશ થઈ જાય છે. સ્વ-પરનો ભેદ પ્રગટે એટલે મિથ્યાત્વરૂપી અહંકાર નાશ પામી જાય છે. - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org