________________
૩૩૭
આત્યંતર પરિણામ અવલોકન
દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. દેશ પ્રતિકૂળ છે, કાળ પણ પ્રતિકૂળ છે.
વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો નથી.
રૂઢિથી લોકોને અનુકૂળ આવે એમ અત્યારની સ્થિતિ નથી. એને પૂરેપૂરો વિશ્વાસ હોય કે આ જ માર્ગ છે, એવી ખાતરી થઈ હોય એવું હજી જણાતું નથી.
અથવા અન્ય મત તે વીતરાગોનો મત સમજી પ્રવર્તે જાય છે. જે વીતરાગનો મત નથી પણ બીજું છે.
યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે.
દૃષ્ટિરાગ બહુ છે. જેનું જ્યાં લાગ્યું ત્યાં દૃષ્ટિરાગ થઈ ગયો.
વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબના કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે.
૧૭
હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું.
હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ (જ્ઞાનમય) છું. અચિધાતુના સંયોગાસનો આ આભાસ તો જુઓ ! આશ્ચર્યવતું, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે.
૧૮
પરાનુગ્રહ પરમકારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચેતન્ય જિનપ્રતિમા થા. ચેતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? કૃપાળુદેવ પોતે પોતાને પ્રશ્ન કરે છે. અને એનો જવાબ પણ પોતે જ આપે છે. તે વિશે નિર્વિકલ્પ થા. એનો કંઈ વિચાર ન કર. તેવો ક્ષેત્રયોગ છે ? ગવેષ. એટલે એની શોધ કર કે કયા ક્ષેત્રમાં એની શરૂઆત કરવી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org